________________
૪૩
જેમ સૂર્ય તો દૂર રહો, પણ માત્ર તેની કાંતિજ સરોવરમાં રહેલા કમળોને વિકસાવે છે. (૯)
ऋद्धि : ॐ ह्रीं अहँ नमो अरिहंताणं हाँ हीं हूँ फट् स्वाहा ॥ मंत्र : ॐ ह्रीं श्रीं क्रौं कर्ली रः रः रः हँ हँ नमः
આ નવમા કાવ્ય મંત્ર વડે ચાર કાંકરી લઈ ને ૨૧ અથવા ૧૦૮ વાર મંત્રીને ચારે દિશામાં નાખવી તો ચોર ચોરી કરી શકે નહિ. અને સ્થંભિત થાય.
તા, ક. ઋદ્ધિમંત્રને સિદ્ધ કરવા માટે યોગી પુરુષોની આસેવના તથા ઉપાસનાની ખાસ જરૂર પડે.
-લોક ૮-નો બતાવનારી કથા. .
વસંતપુરમાં કેશવદત્ત નામે એક વણિક રહેતો હતો. તે બહુજ નિર્ધન અને અધર્મી હતો, નિર્ધન હોવાથી ગરીબાઈનો પાર ન હતો. ઘરમાં એક દિવસનું ભોજન કરવાના પણ સાંસા હતા. એક દિવસ કોઈ પ્રભાવશાળી મહાત્મા એજ નગરમાં પધાર્યા અને ગામના બીજા માણસોની સાથે કેશવદત્ત પણ એ પવિત્ર મુનિનો ઉપદેશ સાંભળવા ગયા. જો કે પોતે ધર્મમાં બીલકુલ શ્રદ્ધાવાન ન હતો. છતાંય આ મુનિના ઉપદેશથી તેના હૃદય પર ઘણીજ સારી છાપ પડી. તેણે શાસ્ત્રનો અભ્યાસ પણ કરવા માંડ્યો. મુનિમહારાજના કહેવાથી તે નિરંતર ભક્તામરસ્તોત્રનું ચિંતવન કરવા લાગ્યો.
ધીમે ધીમે તેના ઘરમાંથી ગરીબાઈ ઓછી થવા લાગી. અને થોડા પૈસા પણ તેણે બચાવ્યા. તે લઈને પોતે પરદેશમાં વિશેષ ધન કમાવાને