________________
જ શ્રી ત્રેસઠ શલાકા પુરુષોનું પ્રભાતીયું. * પ્રહસને પ્રણમું સરસ્વતી માય,
વળી સુહ ગુરૂ લાગું પાય; ત્રેસઠ શલાકાનાં કહું નામ,
નામ જપતા સીજે કામ. | ૧ || પ્રથમ ચોવીશ તીર્થકર જાણ,
તેહ તણે હું કરીશ પ્રણામ; રૂષભ અજીત ને સંભવ સ્વામ,
. ચોથા અભિનંદન અભિરામ.// ૨ / સુમતિ પદ્મપ્રભ પુરે આશ,
સુપાર્શ્વ ચંદ્રપ્રભ દે સુખવાસ, સુવિધિ શીતલ ને શ્રેયાંસનાથ,
એ છે સાચા શિવપુર સાથ. / ૩ // વાસુપૂજ્ય જિન વિમલ અનંત,
ધર્મ શાન્તિ કુંથુ અરિહંત; અર મલ્લિ મુનિસુવ્રત સ્વામ,
એહથી લહિએ મુક્તિ સુઠામ. ૪ નમિનાથ નેમીસર દેવ,
જસ સુરનર નિત સારે સેવ; પાર્શ્વનાથ મહાવીર પ્રસિદ્ધ,
તુક્યા આપે અવિચળ રિદ્ધ. ૫