________________
૨૦૮
અર્થ:-શ્રી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ ઋષિએ આ ઋષિમંડલ નામના સ્તોત્રને સર્વ સ્તોત્રમાં શ્રેષ્ઠતમ કહ્યું છે. ૧૦૨
ચંગ બનાવવા સંબંધી વિવરણ.
રષિમંડલ યંત્રને અંગત કાર્ય માટે ભોજ પત્રમાં લખી માદળીયામાં નાખી ગળે બાંધવો, યા પાસે રાખવો. તેમજ ધાતુમાં તૈયાર કરવો હોય તો સોનું, રૂપું, કાંસુ, તાંબુ વિગેરે ધાતુના પતરા પર, શ્રેષ્ઠ વાર નક્ષત્રમાં સંપૂર્ણ વિધિ સાચવી શ્રદ્ધા અને ઉત્સાહ પૂર્વક અષ્ટગંધ કે શુદ્ધ કેશરાદિ ઉત્તમ દ્રવ્યથી અથવા દાડમની કલમથી યંત્રનું આલેકન કરવું.
" યંત્ર પતરા પર કારીગર પાસે કરાવેલ હોય તો સારા ચોપડીએ ઘેર લાવવો, પછી ઋષિમંડલ પૂજન હોય તો જાતે સ્નાન કરી પૂજાનાં કપડાં પહેરી થાળીમાં યંત્ર રાખી પૂજન ચાલતું હોય ત્યાં લઈ જઈ પૂજન ચાલતું હોય તે રીતે પોતે કરતા જવું અને છેલ્લે ચાંદી કે સોનાના વરખ છાપી પૂજા કરી પુષ્પાદિક ચઢાવી ગુરી પાસે વાસક્ષેપ નંખાવી યંત્રને ઘેર લાવવો અથવા ૧૮ અભિષેક કે શાન્તિ સ્નાત્ર હોય ત્યાં લઈ જઈ યંત્ર શુદ્ધિકરવી. ઘેર લાવ્યા બાદ નાભી સુધી ઉંચા આસને પધરાવી ચોખાથી ઉત્સાહપૂર્વક વધાવવો. પછી હંમેશા ધૂપદીપ કરી જળ ચંદન પૂષ્પાદિથી પૂજા કરી નિયમિત આયંબીલ તપ કરી ગણવાથી અનેક જાતના લાભો મળે છે,
આ વિધિ વિના ફકત ધૂપ દીપ કરી વાસક્ષેપથી પૂજા કરી ગણે તો 'પણ લાભ થાય છે.