________________
૧૨૭
શ્રી પુન્ય પ્રકાશનું સ્તવન
દુહા.
સકળ સિદ્ધિ દાયક સદા, ચોવીશે જિનરાય; સદ્ગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર, શાસન નાયક જગ જયો, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર જિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામિ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર અલોઇએ, વ્રત ધરીએ ગુરુ સાખ, જીવ ખમાવો સયંલ જે, યોનિ ચોરાશી લાખ, ૫ વિધિશું વળી વોસિરાવીએ, પાપસ્થાનક અઢાર, ચાર શરણ નિત્ય અનુસરો; નિંદો દુરિત આચાર. ૬ શુભ કરણી અનુમોદીએ, ભાવ ભલો મન આણ; અણસણ અવસર આદરી, નવપદ જપો સુજાણ. ૭ શુભગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર. ૮ ઢાળ પહેલી (કુમતિ એ છાંડી કીહાં રાખી-એ દેશી)
જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઇહભવ પરભવના, આલોઇએ અતિચાર, પ્રાણી જ્ઞાન ભણો ખાણી, વીર વદે એમ વાણીરે. પ્રા૦ ૧ ગુરૂ ઓળવીએ નહીં ગૂરૂ વિનયે, કાળ ધરી બહુમાન; સૂત્ર અર્થ તદુભય કરી સુધા, ભણીએ વહી ઉપધાનરે. પ્રા૦ ૨ જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નોકારવાલી, તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સંભાળી રે. પ્રા૦ ૩ ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ; આ ભવ પરભવ વળીરે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહરે; પ્રાણી સમકિત લ્યો શુદ્ધ જાણી, વીર વદે એમ