________________
૧૦૧
છે. તેવા સર્પથી ડરતા નથી.
ऋद्धि : ॐ हीं अहँ नमः क्षीरासवीणं ॥ मंत्र : ॐ नमः श्रां श्रीं श्रू श्रः जलदेव्यापमहद् निवासिनी पइमोपरिसंस्थिते सिद्धि देहिमनोवांछितं कुरु कुरु स्वाहा ॥
આ કાવ્ય મંત્રથી લક્ષ્મી દેવીની ઉપાસના થાય છે. સ્વયં સિદ્ધ કરીને તે મહાલક્ષ્મીની કૃપા મેળવી શકાય છે.
બ્લોક ૩૦ નો પ્રભાવ બતાવનારી કથા
દેવપુર નામનું એક સુંદર શહેર હતું. તેમાં સીરચંદ નામે એક શેઠ રહેતો હતો. તેને સુવ્રતા નામે એક પુત્રી હતી. એક વખત કોઈ વિદ્યાચંદ્ર નામે એક પ્રસિદ્ધ વ્યાપારી તે નગરીમાં આવ્યો. તેહોંશિયાર અને ચાલાક હતો. તેણે વ્યાપાર કરી સારું ધન મેળવ્યું; એટલું જ નહિ પણ ઘણા સારા માણસો સાથે તેને બહુ સારો પરિચય થયો. વ્યાપારના કામને અંગે સીરચંદ શેઠ તો તેની ચાલાકી જોઈ એટલા બધા અંજાઈ ગયા કે તેણે પોતાની પુત્રી પણ એ વિદ્યાચંદ્રને પરણાવી.
વિદ્યાચંદ્ર જ્ઞાતિએ બ્રાહ્મણ હતો. એટલે શૈવ ધર્મ પાળતો હતો. તેના કુટુંબીઓ પણ શૈવ ધર્મ પાળતા હતા, એટલે જ્યારે સુવ્રતા સાસરે ગઈ ત્યારે તેને બહુ જ મુશ્કેલી પડવા લાગી. માતા પિતાના સુંદર સંસ્કારમાં ઉછરેલી સુવ્રતા પોતાના ધર્મમાં એટલી બધી દઢ હતી કે સાસુ સસરાની અનેક પજવણી છતાં તે પોતાનો ધર્મ છોડતી નહિ. - એક વખત તેના સાસુ સસરાએ સુવ્રતા ઉપર જૈન ધર્મ પ્રત્યેની દાઝ વાળવા પોતાના પુત્રને એક બીજી વસુમતી નામે બ્રાહ્મણ કન્યા પરણાવી. આથી વિદ્યાચંદ્રનો પ્રેમ પણ સુવ્રતા ઉપરથી ઓછો થયો. તો પણ આ સ્થિતિને સહન કરતી સુવ્રતા ધર્મમાં દઢ રહીને પોતાની ધર્મ સાધના કરતી દિવસો વીતાવતી હતી. આથી વસુમતીને બહુજ અદેખાઈ