________________
૧૦૦
ખરા દુઃખના સમયમાં ધર્મનું આલંબન એજ એક ઉગરવાનો ઉત્તમ ઉપાય છે. તેમ સાચી શ્રદ્ધાના પ્રભાવથી તુરતજ શાસનદેવ હાજર થયા અને જિનદાસને એક પાણીથી ભરેલો ઘડો આપીને સ્થાન કે ચાલ્યો ગયો. જિનદાસ પણ ધ્યાન પૂર્ણ કરી ઘડાના પાણીને છાંટતા તેઓનો આખો કાફલો સહિસલામત જંગલની બહાર નીકળી આવ્યો. જ્યાં જ્યાં ઘડાના પાણીનું એક ટીપું પણ પડે ત્યાં ત્યાં મોટી અગ્નિની જ્વાળાઓ પણ શાંત થઈ જાય.
આ ચમત્કારથી વણઝારો બહુ જ ખુશ થઈ ગયો અને જિનદાસનો ઉપકાર માન્યો; એટલું જ નહિ પણ પોતાના નફાનો અડધો અડધ ભાગ આપવો કરી સદાને માટે તેને પોતાનો ભાગીદાર બનાવ્યો. થોડા વખતમાં તો તે સારો પૈસાદાર થયો અને ધર્મમાં શ્રદ્ધાળુ બન્યો.
જે ભગવંતના વચનોથી સંસારરૂપી દાવાનલ શાંત થાય છે. તો પછી આ અગ્નિ શાંત થાય તેમાં શું નવાઈ છે? તમે જરૂર એવા પ્રભાવિક સ્તોત્રનું આરાધન કરજો.
બાગ-દમન રક્તક્ષણં સમદકોકિલ કંઠનીલ, ક્રોધદ્ધત ફણિનમુસ્કુણમાપદંતમ્; આક્રામતિ ક્રમયુગેન નિરસ્તશંકસ્વનામનાગદમની હદિયસ્ય પુસઃ || ૩૦ ||
અર્થ -પુરૂષના હૃદયમાં તમારા નામરૂપીનાગદમની ઔષધિ ભરેલી છે, તે પુરૂષશંકા (ભય) રહિત થઈને, લાલનેત્રવાળા, મદોન્મત્ત કોકિલ પક્ષીના કંઠ જેવા કાળા, ક્રોધ કરીને ઉદ્ધત થયેલા, ઉંચી ફણાવાળા અને ઉતાવળે સામે આવતા સર્પને પોતાના ચરણ યુગલે કરીને ઉલ્લંઘે