________________
વીર ૧
વીર ૨
વીર ૩
શ્રી ગૌતમસ્વામીનું સ્તવન વીર મધુરી વાણી ભાખે, જલધિ જલ ગંભીર રે; ઈદ્રભૂતિ ચિત્ત ભ્રાંતિ, રજકણ હરણ પ્રવર સમીર રે. પંચ ભૂતથકી જ પ્રગટે, ચેતના વિજ્ઞાન રે; તેહમાં લયલીન થાયે, ન પરભવ સંજ્ઞાન રે. વેદ પદનો અર્થ એવો, કરે મિથ્થારૂપ રે; વિજ્ઞાનઘનપદ વેદ કેરાં, તેહનું એક સ્વરૂપ રે. ચેતના વિજ્ઞાનઘન છે, જ્ઞાન દર્શન ઉપયોગ રે; પંચભૂતિક જ્ઞાનમય તે, હોય વસ્તુ સંયોગ રે. જિહાં જેવી વસ્તુ દેખિયે, હોય તેવું જ્ઞાન રે; પૂરવજ્ઞાન વિપર્યયથી, હોય ઉત્તમ જ્ઞાન રે. એહ અર્થ સમર્થ જાણી, મ ભણ પદ વિપરીત રે; ઇણિપરે ભ્રાંતિ નિરાકરીને, થયા શિષ્ય વિનીત રે. દીપાલિકા પ્રભાતે કેવલ લહ્યું, તે ગૌતમ સ્વામી રે; અનુક્રમે શિવસુખ લહ્યા તેહને, નર્ય કરે પ્રણામ રે..
વિર૪
વીર ૫
વીર ૬
વીર. ૭