________________
મંગળદીવો શ્રી ગોતમ ગુરુ સમરીએ, ઉઠી ઉગમતે સૂર, લબ્ધિનો લીલો ગુણનીલો, વેલી સુખ ભરપૂર ગૌતમ ગોત્રતણો ઘણી, રૂપ અતીવ ભંડાર, અઠ્ઠાવીસ લબ્ધિનો ઘણી, શ્રી ગૌતમ ગણધાર અમૃતમય અંગૂઠડો, ઠવીયો પાત્ર મોઝાર, ખીર ખાંડ વૃત પૂરીયો, મુનિવર દોઢ હજાર પહેલુ મંગળ શ્રીવીરનું, બીજું ગૌતમ સ્વામ, ત્રીજું મંગળ સ્થૂલભદ્રનું, ચોથું ધર્મનું ધ્યાન પ્રહ ઉઠી પ્રણમ્ સદા, જીહાં જીહાં જિનવર ભાણ, માનવિજય ઉવઝાયનું, હોજો કુશળ કલ્યાણ
ચૈત્યવંદન * શાંતિકળશ * વિસર્જન
જ
દ