________________
- શ્રી ગૌતમ સ્વામી ની આરતી
જય જય ગૌતમ ગણધાર, મોટી લબ્ધિતણો ભંડાર, સમરે વાંછિત સુખ દાતાર, જયો જયો ગૌતમ ગણધાર વીર વજીર વડો અણગાર, ચૌદ હજાર મુનિ શિરદાર, જપતા નામ હોય જયકાર, જયો જયો ગૌતમ ગણધાર ગય ગમણી રમણી જગસાર, પુત્ર કલત્ર સજન પરિવાર, આવે કનક કોડિ વિસ્તાર, જયો જયો ગૌતમ ગણધાર ઘેર ઘોડા પાયક નહિ પાર, સુખાસન પાલખી ઉદાર, વૈરી વિકટ થાય વિસરાલ, જયો જયો ગૌતમ ગણધાર કવિ રૂપચંદ ગણિ કેરો શિષ્ય, ગૌતમ ગુરુ પ્રણમો નિશદીન, કહે ચંદ એ સુમતાગાર, જયો જયો ગૌતમ ગણધાર