________________
૧૪. મુદ્રાપંચક દ્વારા આહ્વાનાદિ ક્રિયા -
મુદ્રા એ ઉપાસનાનું મહત્ત્વનું અંગ છે. મંત્ર, મંત્રાર્થ, મંત્રચૈતન્ય, યંત્ર આ મંત્રના પંચાગનું સંપૂર્ણ જ્ઞાન થાય તે ઈષ્ટની કૃપા મેળવવા ભાગ્યશાળી થાય, દેવ-દેવીઓ અને અરિહંત પરમાત્માની વિદ્યાઓ-મંત્રો માટે નિયત મુદ્રાઓ હોય છે. દેવ-દેવીઓને બોલાવવાનું મુખ્ય સાધન મુદ્રા જ છે. દેવ-દેવીઓના વિદ્યા-મંત્રનું નિયત મુદ્રામાં ધ્યાન ધરવાથી તેઓનું જાગૃતિકરણ-કરાય છે. એ માટે પાંચ મુદ્રાઓ પૂજનની હોય છે, ઈષ્ટનો સાક્ષાત્કાર કરવા માટેની પાંચ મુદ્રાઓ હોય છે તે બંને ભિન્ન હોય છે. પૂજનની પાંચ મુદ્રાઓથી દેવ-દેવીઓ હર્ષિત/પ્રસન્ન થઈ સ્વસ્થાનેથી પૂજકો ઉપર કૃપા વરસાવે છે. ૧. આહ્વાન ૨. સ્થાપન ૩. સંનિધાન ૪. સંનિરોધ ૫. અવગુંઠન. (૧) આહ્વાન મુદ્રાઃ- સ્ટાર બેસી બંને હાથની હથેલીઓ છાતી પાસે ચતી રાખી અંગૂઠા ચોથી આંગળી
(પૂજાની આંગળી)ના મૂળભાગમાં મૂકી આમંત્રણપૂર્વક બહુમાનપૂર્વક દેવને
પધારવાની વિનંતી. (૨) સ્થાપન મુદ્રા - તે પછી તેજ સ્થિતિમાં બંને હથેળીઓ ઊંધી કરી દયમંદિરમાં પૂજનયંત્રમાં)
બહુમાનપૂર્વક બિરાજમાન કરવાની સ્થાપન કરવાની વિધિ. સંનિધાન મુદ્રા- પધારેલ દેવને હાર્દિક ભક્તિભાવ સૂચિત કરી નિકટતાદર્શક સંનિધાન મુદ્રા
મૂઠી ઊભી રાખી અંગૂઠો બહાર રાખવો તે સંનિરોધ મુદ્રા - તેઓ પૂજન વિધાન ચાલે ત્યાં સુધી રહે તે સંનિરોધ (મૂઠીમાં અંગૂઠો બંધ
રાખવો તે). અવગુંઠન મુદ્રા - અદશ્યરૂપે રહી સહાય કરવાની વિનંતી. મૂઠી બંધ કરી બંને હાથની પહેલી
આંગળી બહાર રાખી મુદ્રા કરવી તે.