________________
‘ગૌતમસ્વામીના રાસ’માં લખાયું છે કે "જિહાં જિહાં દીજે દિ‚ તિહાં તિહાં કેવળ ઉપજે એ; આપ કન્હે અણહુંત, ગોયમ દીજે દાન ઈમ"....
ગુરુ ગૌતમસ્વામીની આવી અદ્ભૂત ભૌતિક આત્મિક ઉપલબ્ધિ કરાવવાની ક્ષમતાનું મૂળભૂત કારણ હતું એમનો ઉત્કૃષ્ટ વિનયગુણ. પરમાત્મા મહાવીરદેવ પ્રત્યેની ઉચ્ચ વિનયશીલતાને કારણે જ એમનામાં આવી અનુપમલબ્ધિઓ પાંગરી હતી. એમની વિનયશીલતા અંગે ‘ભગવતી સૂત્ર’માં નોંધાયુ છે કે જ્યારે જ્યારે કોઈ કારણવશ ગૌતમસ્વામી પ્રભુ મહાવીરદેવ સમીપ પધારે, ત્યારે ત્યારે કદાપિ આસન બિછાવીને બેસતા નિહ. પરંતુ ‘ઉડ્યું નાળુ અહો શરે’ અર્થાત્ ઉભડક પગે અને નતમસ્તકે જ વિરાજતા. જ્યારે જ્યારે તેઓ પ્રભુને પ્રશ્ન કરે ત્યારે ‘ભંતે’ સંબોધન અચૂક કરે જ. મહાન આગમગ્રંથ ‘ભગવતીસૂત્ર’ ના ૩૬,000 પ્રશ્નો પૈકી મોટાભાગના પ્રશ્નો પ્રભુ મહાવીરદેવને શ્રી ગૌતમસ્વામીએ કર્યા છે. એથી એ આગમમાં વારંવાર પ્રશ્નના સમયે ‘અંતે’ અને ઉત્તરના સમયે જોયા' શબ્દ કર્ણગોચર થયાં છે. એમાં ‘મંતૅ' શબ્દમાં ગૌતમસ્વામીનો વિનયભાવ વિલસે છે. જ્યારે શૌયમા શબ્દમાં વીરપ્રભુનું વાત્સલ્ય વિલસે છે. સ્વયં પ્રથમ ગણધર અને ૫૦,૦૦૦ શિષ્યોના ગુરુ હોવા છતાં ય ગૌતમસ્વામી પ્રભુ મહાવીરદેવ પ્રતિ જે ઉત્કૃષ્ટ વિનય વિકસાવી શક્યા હતા, એનાથી જ એમનામાં આવી ક્ષમતાનું સર્જન થયું હતું. ...
આ ઉત્કૃષ્ટ વિનયશીલતાનું ય મૌલિક કારણ હતું ક્ષતિઓનો સ્વીકાર કરવાની એમની હાર્દિક સરલતા. કારણ કે એક સમય એવો હતો કે આ જ ગૌતમસ્વામી અભિમાનના આકાશમાં ઉડતા હતા અને સ્વયં પરમાત્મા મહાવીરદેવને પરાજિત કરવાની તમન્ના ધરાવતા હતા અને સ્વયં જ્યારે પ્રભુ દ્વારા એમનો ‘જીવ’ અંગેનો સંશય દૂર થયો ત્યારે એમને પોતાની ક્ષતિ સમજાઈ ગઈ.... અને ક્ષતિ સમજાતા જ તત્ક્ષણ તેઓ વીપ્રભુના વિસ્તૃત શિષ્ય બની ગયા !! આથી એમ કહી શકાય તે એમની શક્તિઓના મૂલમાં વિનયગુણ હતો અને એ વિનયગુણના મૂલમાં તેમની ક્ષતિ સ્વીકારવાની હાર્દિક સરલતા હતી!!!