________________
0000000000000
પારણા ૧૫૦૩ તપસ્વીને હતા અને ક્ષીર માત્ર એક પાત્ર જેટલી હતી. તપસ્વીઓ સહુ વિસ્મિત વદને વિચારમગ્ન થઈ ગયા. પરંતુ ગૌતમસ્વામી જેમનું નામ એમણે જમણા હસ્તનો અંગૂઠો પાત્રમાં સ્થાપ્યો અને તપસ્વીઓને પારણા કરાવવાનો પ્રારંભ કર્યો. ક્ષીરનું પાત્ર અ-ક્ષય બની ગયું અને એક-બે નહિ, પૂરા ૧૫૦૩ તપસ્વીઓ તૃપ્ત થયા ત્યાં સુધી એ અ-ક્ષય પાત્રમાંથી ક્ષીર સંપ્રાપ્ત થઈ !!
હા, ક્ષીરના પાત્રને અક્ષય – અખૂટ કરી દેવાની આ ઘટના, ગુરુ ગૌતમસ્વામીની ભૌતિક ઉપલબ્ધિ કરાવવાની શ્રેષ્ઠ ક્ષમતાનો પ્રતીતિજનક પુરાવો છે. તેઓ ‘અક્ષીણમહાનસ’નામની લબ્ધિના ધારક હતા. એથી એમના અંગૂઠામાં આવું સામર્થ્ય સ્થિર થયું હતું. આપણે તેઓને ‘અંગૂઠે અમૃત વસે’... કહીને બિરદાવીએ છીએ તે, પૂર્વોક્ત લબ્ધિને આભારી છે.
આ થઈ ગુરુ ગૌતમસ્વામીની ભૌતિક ઉપલબ્ધિની ક્ષમતાની વાત. હવે તેઓની આત્મિક ઉપલબ્ધિની ક્ષમતા વિચારીએ ઃ ગૌતમસ્વામીની આવી અદ્ભૂત ‘અક્ષીણ મહાનસ’ લબ્ધિ નિહાળીને એ નવદીક્ષિતોનો અહોભાવ અનેકશ ઃ વૃદ્ધિ પામ્યો અને ‘સદ્ગુરુ’નો સંયોગ પામ્યાનો આનંદ એમના અંતરના અણુએ અણુમાં પ્રસરી રહ્યો. એ આનંદનો આવેગ એવો અપૂર્વ બન્યો કે ૫૦૧ તપસ્વીઓને તો ક્ષીરનું ભોજન કરતાં કરતાં જ કેવળજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થઈ ગયો ....... ‘કવલ તે કેવલરૂપ હુઓ’ની અદ્ભૂત ઘટનાએ તે ક્ષણે સાકાર સ્વરૂપ ગ્રહ્યું. બીજા પ૦૧ તપસ્વી ગુરુ ગૌતમસ્વામીના સાન્નિધ્યમાં વિહાર કરતાં કરતાં,દૂરથી સમવસરણ નિહાળીને કેવળજ્ઞાન વર્યા. જ્યારે ત્રીજા ૫૦૧ તપસ્વીઓ પ્રભુના દર્શને કેવળજ્ઞાન વર્યા. ૧૫૦૩ તપસ્વીઓને અત્ય અલ્પ સમયમાં કૈવલ્યપ્રાપ્તિનો આ પ્રસંગ, ગુરુ ગૌતમસ્વામીની ઉચ્ચ આત્મિક ઉપલબ્ધિ કરાવવાની ક્ષમતાનો સજ્જડ પુરાવો છે. આ કૈવલ્યપ્રાપ્તિમાં ઉપાદાનભાવે જેમ તે તે આત્માઓની ઉચ્ચ આત્મિક અવસ્થા કારણભૂત હતી; તેમ નિમિત્તભાવે ગૌતમસ્વામી જેવા સદ્ગુરુનો સંયોગ કારણભૂત હતો. માત્ર આ ૧૫૦૩ શિષ્યો માટે જ નહિ, અન્ય તમામ શિષ્યો માટે પણ આવી જ સરસ સ્થિતિ સર્જાઈ હતી. શાસ્ત્રો કહે છે કે ગૌતમસ્વામીએ જીવનકાળ દરમ્યાન કુલ પ૦,૦૦૦ મુમુક્ષોને દીક્ષિત કર્યા હતા અને તે તમામ ૫૦,૦૦૦ મુમુક્ષુ તે જ ભવે મુક્તિ પામ્યા છે !! અને એથી જ