________________
દિશ પયસાના દુહા , (૨૪) પન્ના વરતે છે ઘણા, પણ દશ મુખ્ય ગણાય,
ચઉશરણપયશાને નમું, પાતક દૂર પલાય. (૨૫) આઉરપચ્ચકખાણ સૂત્રમાં, વિવિધ મરણ વિચાર,
પચ્ચખાણ ધર્મ આરાધતાં, પામે ભવજલ પાર. (૨૬) જિનઆણા આધતાં, તપ જ૫ કિરિયા જેહ,
ભાપરિણામાં કહ્યું, શિવપદ લહે તેહ. સંથારે કરે સાધના, પંડિત મરણને કાજ,
સંથારગ પયત્રે સુણો, અર્ણિકા આદિ મુનિરાજ. (૨૮) તંદુવેયાલીય શાસ્ત્રમાં, ગભદિક અધિકાર,
સુણી ધર્મ આરાધજો, તરવા આ સંસાર. (૨૯) રાધાવેધસમ સાધજો, વિનયાદિક ગુણભંડાર,
ચંદાવિજઝય પય સુણો, ધન્ય મુનિકથા સાર.