________________
પુદ્ગલાસ્તિકાય છે તો જડ, પણ જીવ દ્વારા તે ગ્રહણ કરી શકાય તેમ છે. પરન્તુ આહારનાં કે ભાષાનાં કે વિચારનાં પુદ્ગલો રાગદ્વેષપૂર્વક ગ્રહાય છે ત્યારે કર્મબન્ધ થાય છે અને શુદ્ધ ચૈતન્ય દશા માટે બાધકરૂપ પરકર્તૃત્વ આદિની વિપરીત દશા વધે છે.
આત્મા સ્વગુણ આદિનો જ કર્તા અને ભોક્તા છે. પરનું કર્તુત્વ કે ભોક્તત્વ આત્મામાં ઘટતું નથી.
માટે, પુદ્ગલ દ્રવ્યનું પણ ગ્રહણ સાધકે કરવું નથી.
ચોથી કડી પાંચમા અસ્તિકાય-જીવાસ્તિકાયને કઈ રીતે અવલંબવો એ પર કેન્દ્રિત થઇ છે. જચેતનાને રાગી અને વીતરાગી એ રીતે વિકેન્દ્રિત કરીએ ત્યારે રાગી વ્યક્તિત્વો સાથે રાગ કરવાથી પોતાની ભીતર રાગદશા વધશે, અને એ રીતે સંસારનું પરિભ્રમણ ચાલુ રહેશે.
એની સામે, વીતરાગ પ્રભુ સાથે રાગ કરવાથી, પાંચમી કડીમાં બતાવ્યાં છે તે ચરણો પર ચાલવાથી, મુક્તિ મળે છે.
માટે વીતરાગ પ્રભુનું જ અવલંબન લેવું જોઈએ.
પાંચમી કડી પ્રભુ સાથે પ્રીતિ કરી કઈ રીતે મુક્તિપદ પમાય છે તેનાં ચરણોની વાત કરે છે : (૧) અપ્રશસ્ત રાગનો ત્યાગ, (૨) વીતરાગ પરમાત્મા સાથે પ્રશસ્ત રાગ, (૩) અશુભ કર્મોના આશ્રવનો રોધ, (૪) વીતરાગ પરમાત્મા પરના રાગ દ્વારા તેમના ગુણો પ્રત્યે અનુરાગ, (૫) તે ગુણોનું અનુભવન, (૬) સંવર ભાવની વૃદ્ધિ, (૭) નિર્જરા, (૮) શુદ્ધ સ્વરૂપનું પ્રાગટ્ય.
સ્વોપજ્ઞ સ્તબકમાં પ્રશસ્ત રાગ માટે પૂજ્યશ્રી લખે છે : ‘ગુણી અને ગુણોનો રાગ પ્રશસ્ત રાગ છે અને તે સાધનાકાળમાં ઉપયોગી છે.’
૪. રાગીસંગે રે રાગ દશા વધે, થાય તિણે સંસારો જી;
નીરાગીથી રે રાગનું જોડવું, લહિયે ભવનો પારો જી. અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાશે જી; સંવર વાધે રે સાધે નિર્જરા, આતમભાવ પ્રકાશે જી.
૫
૧૩૦
પ્રગટ્યો પૂરન રાગ