________________
જ્યાંથી પાણી પાછી ફરે છે અને જ્યાં ન પહોંચી શકતું નથી તે રૂપ પરમાત્માનું છે. હા, શુદ્ધ અનુભવ વડે તેને જાણી શકાય છે. - પરમાત્મસ્વરૂપ નિર્વિકલ્પ છે. શબ્દો અને વિચારો વિકલ્પો ખડા કરશે. માટે એક માત્ર અનુભૂતિ દ્વારા જ પરમાત્માને જાણી શકાય.
“અગમ.” પરમાત્માનું સ્વરૂપ અગમ્ય. “અરૂપી. પરમાત્મદશામાં રૂપ નથી. ભક્તિધારાના આપણે બહુ જ ઋણી છીએ, જેણે પરમાત્માના રૂપને મૂર્તિમાં કંડાર્યું.
અલખ.” “અગોચર.”
અનેકાન્તવાદી, નિત્યાનિત્યવાદી પ્રભુના - શુદ્ધ આત્મદશાના સ્વરૂપને જાણી શકશે. દ્રવ્યરૂપે આત્મા-પરમાત્મા નિત્ય છે. પર્યાય રૂપે તે અનિત્ય છે. સ્યાદ્વાદી પ્રભુના સ્વરૂપને જાણી શકે. બીજા નહિ જાણી શકે.
“અગોચર.” ઇન્દ્રિયો અને મનનો જે વિષય નથી. જ્ઞાનપંચમીના દેવવન્દનની સ્તવનામાં આવતી કડી યાદ આવે : ધ્યાન ટાણે પ્રભુ તું હોવે રે, અલખ અગોચર રૂપ; પરા પશ્યન્તી પામીને રે, કાંઈ પ્રમાણે મુનિભૂપ....
અલક્ષ્ય અને અગોચર એવા પ્રભુના રૂપને પણ ધ્યાનદશામાં પરા અને પશ્યન્તી દ્વારા મુનિવરો જોઈ શકે છે.
१. निर्विकल्पं तु तद्रूपं, गम्यं नानुभवं विना ।। -परमात्म पंचविंशतिका-९ .
૧૨૨
પ્રગટ્યો પૂરન રાગ