________________
આશ્ચર્યમાં ડૂબી ગયો છે : ટૂંકમાં, હવે તે જે કંઈ બોલે છે તેમાં, આ ત્રણનો પ્રબળ અને સ્પષ્ટ પ્રભાવ, - વધારે સાચું તો એ છે કે એ ત્રણેયનું મિશ્રણ - પ્રતિબિંબિત થાય છે : (૧) સદ્ગુરુ પ્રત્યેનો વૃદ્ધિંગત થયેલો આદર; (૨) ઉપલબ્ધિનો આનંદઅતિરેક; અને (૩) જીવનમાં અત્યારસુધી કદી પણ નહીં અનુભવેલું આશ્ચર્ય !
મિથ્યા જગત તો હજુ-હમણાં સુધી તેની સામે જ હતું, અને હવે ? એને સમજાતું નથી કે આ કેવો ચમત્કાર કે એ જ જગત એક ક્ષણવારમાં ક્યાંય અદૃશ્ય થઈ ગયું ! હવે તો પરબ્રહ્મ જ એની સમક્ષ છે, ત્યાં બિચારાં જગતનું શું ગજું કે હવે તે પળવાર પણ ત્યાં ટકી શકે ?
અને એની બુદ્ધિ તો હવે કામ કરતી જ નથી ! એનાં સઘળાં “શુધ-બુધ” તો ક્યાંય ગૂમ થઈ ગયાં છે ! તેના આ સવાલોની પશ્ચાદ્ભૂ(Back-ground)માં આવી ઉપર્યુક્ત સર્વથા-પરિવર્તિત પરિસ્થિતિ એનો ભાવ ભજવી રહી છે, એનો ખ્યાલ તો એને છે જ નહીં, હોઈ શકે જ નહીં !
જૂની રંગભૂમિ પર ભજવાતાં નાટકોમાં, કેટલીક વાર, દિગ્દર્શકો, એવી ગોઠવણ કરતા કે આંખના પલકારા જેટલા સમયમાં, સ્ટેજ ૫૨, અંધકાર છવાઈ જાય, અને જ્યાં અજવાળું થાય ત્યાં તો ‘સીન ટ્રાન્સ્પર' (Scene transfer) થઈ ગયો હોય ! શિષ્યની મનો-રંગભૂમિ ૫૨, આચાર્યશ્રીએ, આવો ‘ટેબ્લૉ' (Tableau) જ રચી દીધો !
આનન્યની અનુભૂતિનાં આવાં અદ્ભુત નાટ્યકરણ(Dramatisation)થી શિષ્ય તો અપરિચિત જ હતો : જે જગત તેણે જોયું હતું તે, અદ્ભુત હતું; પરંતુ તે હવે અદૃશ્ય થઈ ગયું, તે તો વળી, સવિશેષ અદ્ભુત, અને હવે તે જે કંઈ જોઈ રહ્યો છે, તે તો સૌથી મોટું અદ્ભુત ! આશ્ચર્યોનું પણ આશ્ચર્ય !
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૮૪)
૪૮૫
किं हेयं किमुपादेयं किमन्यत् किं विलक्षणम् । अखण्डानन्दपीयूषपूर्णे ब्रह्ममहार्णवे ॥૪॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
કિં હેયં કિમુપાદેયં કિમન્યત્ કિં વિલક્ષણમ્ । અખંડાનન્દપીયૂષપૂર્ણ
ફર્મા - ૬૧
બ્રહ્મમહાર્ણવે ॥૪૮૫]]
શ્લોકનો ગદ્ય અન્વય :
अखण्डानन्दपीयूषपूर्णे ब्रह्म - महार्णवे कि हेयम् ? किं उपादेयम् ? किं વિવેકચૂડામણિ / ૯૬૧