________________
અમૃતનાં પૂરનાં પૂર (Floods) વડે એને પરિપૂર્ણ બનાવવામાં આવ્યો છે : એક તો પરબ્રહ્મરૂપી અ-પાર્થિવ મહાસાગર અને એમાં વળી આનંદામૃત-(Nectarine Bliss)નાં આભ-ઊંચાં ઊછળતાં મોજાં ! એના વૈભવ પાસે તો, શિષ્ય કહે છે કે, મારી વિચાર-ઉચ્ચાર-આચારની સર્વશક્તિઓ સંપૂર્ણરીતે અસહાય અને લાચાર (Helpless) થઈ ગઈ છે !
પરંતુ એની લાચારીનું પૂર્ણવિરામ અહીં જ નથી : વર્ષાઋતુમાં પડતા બરફના કરા (વાર્ષિશતા) સમુદ્રમાં પડે ત્યારે, બરફના એ ટુકડાનું ભાવિ (Fate) શું અને કેવું? બરફ મૂળ તો પાણીનો જ બનેલો હોય, પરંતુ સાગરમાં કેટલે ઊંડે તે જઈ શકે ? થોડો અંદર ડૂળ્યો, ત્યાં તો તે સાગરનાં જળરૂપ જ બની ગયો ! સાગરમાં એકાકાર બની ગયો ? એનું પોતાનું કશું અસ્તિત્વ જ ન રહ્યું ! Thus far and no further ! Hygri geri biela biel 241 2464 Birl (Infinitesmal part)માં ભળી જઈને, તે તો તેમાં વિલીન જ થઈ ગયો ! શિષ્ય ફરી નમ્રતાપૂર્વક અને નિખાલસભાવે એકરાર કરે છે કે “મારું મન, બસ, પેલા કરાના ભાવને પામીને, આનંદસ્વરૂપે, પેલા અમૃતસાગરમાં શાંત-પ્રશાંત બની ગયું છે. બીજી વાત તે આ !
- શ્રી રામકૃષ્ણ પરમહંસે દષ્ટાંત આપતાં કહ્યું હતું કે મીઠાની પૂતળી સાગરનાં ઊંડાણનું માપ કાઢવા સાગરમાં જાય તો, તેનું શું થાય ! “બસ, એવી જ ગતિ આજે (મપુના) મારા મનની થઈ ગઈ છે ! અંદર રહું તો હું “હું જ ન રહે અને બહાર નીકળું તો કશું બોલી જ ન શકે! મારાં તો સઘળાં ભાનસાન જ જાણે “બેભાનીબેસાન' બની ગયાં છે !”
પ્રહર્ષ(Ecstasy)ને અનુરૂપ એવું છંદ-પરિવર્તન (શાર્દૂલવિક્રીડિત) આચાર્યશ્રીની કવિપ્રતિભાનું નિદર્શક છે. (૪૮૩)
૪૮૪ क्व गतं केन वा नीतं कुत्र लीनमिदं जगत् ।
अधुनैव मया दृष्टं नास्ति किं महदद्भुतम् ॥४८४॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
કુવ ગત કેન વા નીત કુત્ર લીનમિદ જગતુ
અધુનૈવ મયા દષ્ટ નાસ્તિ કિં મહદભુતમ્ II૪૮૪માં શ્લોકનો ગદ્ય અન્વય : अधुना एव मया दृष्टं इदं जगत् क्व गतम् ? । केन वा नीतम् ? ।
- વિવેચૂડામણિ | ૯૫૯