________________
આરંભ; આરંભ વિનાનું (Beginningless); (૩) અનન્તમ્ અંત-વિનાનું (Endless); (૪) અપ્રમેયમ્ । જેને ગ્રહણ ન કરી શકાય એવું, અગ્રાહ્ય; (Beyond Comprehension); (૫) અવિક્રિયમ્ । વિકાર-રહિત, અવિકારી (Changeless); (૬) વ । એક જ, એકમાત્ર; (૭) અયમ્ । દ્વૈત-વિનાનું, અદ્વિતીય. અહીં, એટલે કે આ બ્રહ્મમાં; પિન . વળી, આ બ્રહ્મ કેવું છે ? હૈં કંઈ જ, કશું જ, કશો જ. નાના એટલે જૂદું-જૂદું. આ બ્રહ્મમાં, એટલે કે આત્મામાં, ક્યાંય કશું જૂદું-જૂદું નથી, એટલે કે જૂદાપણું, ભિન્નતા, અથવા અનેકતા લાવે એવો બીજો કોઈ પદાર્થ નથી. (૪૬૫)
–
-
અનુવાદ :
પરિપૂર્ણ, અનાદિ, અનંત, અપ્રમેય, અવિકારી, માત્ર - એક અને અદ્વિતીય એવું તત્ત્વ (એ જ) બ્રહ્મ છે. અહીં (આ બ્રહ્મમાં) કંઈ જ જૂદું-જૂદું નથી. (૪૬૫) ટિપ્પણ :
આ પહેલાંના ૧૯ શ્લોકો(૪૪૫-૪૬૫)માં આચાર્યશ્રીએ પ્રારબ્ધ’નાં સ્વરૂપની, એનાં સર્વ પાસાંની તાત્ત્વિક, તલસ્પર્શી અને સૂક્ષ્મ ચર્ચા કરી. હવે, અહીંથી શરૂ થતા સાત શ્લોકોમાં(૪૬૫-૪૭૧), બ્રહ્મસ્વરૂપનું જે નિરૂપણ શ્રુતિએ કર્યું છે એને પોતાના આધાર તરીકે સ્વીકારીને, અને નેહ નાનાસ્તિ વિશ્વન । - એ કઠ-ઉપનિષદશ્રુતિ(૨, ૧, ૧૧)ને આ સાતેય શ્લોકોમાં, ચોથાં ચરણ તરીકે, એક પ્રકારની ધ્રુવપંક્તિ (Refrain) તરીકે પુનરુક્ત કરીને, આચાર્યશ્રીએ, બ્રહ્મમાં ‘નાનાત્વ’(ભેદ, ભિન્નતા, Manifoldness, (Plurality)ને ભારપૂર્વક અને સંપૂર્ણરીતે નકાર્યું છે, નિષિદ્ધ કર્યું છે.
કોઈકને વિચાર આવે કે આચાર્યશ્રીએ કઠ-ઉપનિષદનાં આ શ્રુતિવચનને આટલું બધું મહત્ત્વ કેમ આપ્યું હશે ? આવી જિજ્ઞાસા, ખરેખર, સ્તુત્ય અને પ્રસ્તુત છે : હકીકત એ છે કે બ્રહ્મસ્વરૂપને સમ્યગ્-સ્વરૂપે પામવું હોય તો અને એ એક અને અદ્વિતીય છે, એની પ્રતીતિ પ્રાપ્ત કરવી હોય તો, તેમાં નાનાત્વનો અંશમાત્ર પણ નથી, એ ત્રિકાલાબાધિત સત્યનો સાક્ષાત્કાર કરવો અનિવાર્ય છે; કારણ કે આ જ મંત્રની બીજી પંક્તિમાં, ‘નાનાત્વ’નું દર્શન કરનાર માટેનું સુનિશ્ચિત ભયસ્થાન એમ કહીને નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે કે તે મૃત્યુથી મૃત્યુ પામ્યા કરે છે ઃ
मृत्योः स मृत्युं गच्छति य इह नाना- इव पश्यति ।
મોક્ષાર્થી સાધક તો, મનુષ્ય માટે જે એક મૃત્યુ નિયત થયેલું છે, તેનાથી યે મુક્ત થવા તે સતત સાધના કરતો હોય છે, તો પછી, આ પ્રમાણે ‘મૃત્યુથી મૃત્યુ' ૯૧૮ | વિવેકચૂડામણિ