________________
કે રત હોય તેવો યોગી, સંસારના બાહ્ય વિષયોમાં પ્રવૃત્ત થતો-રહેતો હોય, એવું લેવામાં આવે છે (ક્સ્યતે), તેનું શું ? આવું કેમ બની શકે? આવો યોગી પણ ખાતો-પીતો, હરતો-ફરતો-ઊંઘતો, બોલતા-ચાલતો હોય છે. તેનાં આવાં પ્રવર્તનનો શો ખુલાસો (Explanation)?
આચાર્યશ્રી, શ્રુતિનું પ્રમાણ ટાંકીને, આવી સ્વાભાવિક આશંકાનું સમાધાન, આ રીતે. આપે છે : તે યોગીનાં પ્રવર્તમાન જીવનમાંનાં ફળને જોતાં અને આ ફળ તે તેનાં કર્મનું જ ફળ હોવાથી, - એવું અનુમાન કરી શકાય કે - અત્યારનું તેનું આવું વર્તન, એટલે તેનું “પ્રારબ્ધ”! -
સુવ-કુવાનુમવર્ણનાત્ સત્તા) સારાં પ્રારબ્ધ તિ શ્રુતિઃ | પરંતુ આ પ્રારબ્ધ” એટલે શું?
બસ, આની જ ચર્ચા અહીંથી હવે પછીના ૧૯ શ્લોકો(૪૬-૪૬૪)માં કરવામાં આવી છે.
પરંતુ તે પહેલાં, આપણે, આ શ્લોકમાંનાં પ્રતિપાદનને પૂરેપૂરું સમજી લઈએ : પહેલું તો એ કે શ્લોકમાં નિર્દિષ્ટ નિવિધ્યાસન એટલે “સવિકલ્પ સમાધિ; અને એટલે જ, આ પ્રકારનાં સવિકલ્પ બ્રહ્મધ્યાનમાં નિમગ્ન રહેનારની સમક્ષ પણ, તેનાં ભૂતપૂર્વ કર્મોનાં સુખ-દુઃખ જેવાં ફળો આવે, જેને તેણે ભોગવવાં જ પડે. અને બીજું એ કે આ “ફલ-ભોગ' એટલે જ શ્લોકમાં ઉલ્લિખિત, - વઢિપ્રત્યયઃ ! અને છાંદોગ્ય-ઉપનિષદ કહે છે તેમ, જ્યાં સુધી તે શરીર સાથે સંકળાયેલો રહે, ત્યાં સુધી એનાં કર્મોનાં પ્રિય અને અપ્રિય ફળોનો નાશ ન થાય ! : - ____ न ह वै सशरीरस्य प्रिय-अप्रिययोः अपहतिः अस्ति ।
અને તેનાં આ પ્રિય-અપ્રિયના નાશનો વિલંબ ત્યાં સુધી તો ખરો જ, જ્યાં સુધી તે શરીરથી વિમુક્ત ન થાય અને બ્રહ્મ સાથે એકરૂપ ન થાય :
तस्य तावदेव चिरं, यावन्न विमोक्ष्ये अथ संपत्स्ये ।
અને બ્રહ્મસૂત્ર તો ચોખ્ખું જ કહે છે કે કર્મનાં ફળના ભોગ વડે, તે બંને, - શુભ અને અશુભ પ્રકારનાં, - કર્મોનો નાશ કરે છે અને ત્યારપછી જ તે બ્રહ્મ સાથે એકરૂપ બને છે :
भोगेन तु इतरे क्षपयित्वा संपद्यते । સૂત્રાત્મક પરિભાષા ધરાવતા આ શ્લોકમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે, “પ્રારબ્ધ”- શબ્દનો અર્થ-અનુસંધાન-અર્થઘટન પર હવે આપણે આવીએ : “પ્રારબ્ધ” એટલે “નસીબ”, “ભાગ્ય” (Luck, Fortune, Fate, Destiny),
વિવેકચૂડામણિ | ૮૭૯