________________
અનુવાદ :
જેને દેહ તથા ઇન્દ્રિયોમાં “અહં”ભાવ અને તેનાથી અન્ય કોઈ પણ વસ્તુમાં ક્યાંય પણ “ઇદં”ભાવ થતો નથી, તે જીવન્મુક્ત કહેવાય છે. (૪૩૯) ટિપ્પણ :
ગયા શ્લોકમાં ઉલ્લિખિત મવવન્ય-વિનિર્મુત્તિ-ને અહીં વિશેષ સ્પષ્ટતાપૂર્વક સમજાવવામાં આવી છે.
મનુષ્ય જ્યારે પોતાના દેહ વિશે, મનમાં કશું વિચારે છે ત્યારે, ‘હું જાડો છું', ‘હું ઠીંગણો છું', ‘હું બ્રાહ્મણ છું’, ‘વાનમાં હું ઊજળો છું', - એવાં વચનો એને દેહ વિશે સૂઝે છે. એ જ પ્રમાણે, તે જ્યારે પોતાની ઇન્દ્રિયો વિશે મનમાં કશું વિચારે છે ત્યારે, ‘હું કાને બહેરો છું’, ‘આંખે હું આંધળો છું’, ‘પગે હું લંગડો છું’, - જેવાં વાક્યો એને ઇન્દ્રિયો વિશે સૂઝે છે. આવાં સર્વ વચનોમાં, તે, પોતાના દેહ અને ઇન્દ્રિયો માટે, પહેલો પુરુષ એકવચનનું સર્વનામ “હું” (અ) પ્રયોજે છે અને આવો ભાવ એટલે “અહં”ભાવ.
એ જ રીતે, પોતાનાં સિવાયનાં, સંસારમાંનાં પોતાનાં સ્વજનો વિશે અથવા પોતાની સાથે સંકળાયેલી વસ્તુઓ વિશે, વિચારે છે ત્યારે, ‘આ પુત્ર છે’, ‘આ મિત્ર છે', ‘આ મકાન છે', ‘આ વસ્ત્ર છે', ‘આ ઘડો છે', - એવાં વાક્યો તે પ્રયોજે છે, - જેમાં તે સર્વ માટે તે ત્રીજો પુરુષ એકવચનનું સર્વનામ ‘આ’ (મ્) પ્રયોજે છે; અને આવો ભાવ એટલે “ઇંદું”ભાવ.
પરંતુ, ગયા શ્લોકમાં, શ્રુતિનાં જ્ઞાનના પ્રભાવ વડે, સાધક તો ‘બ્રહ્મભાવ’ પામી ચૂક્યો છે, તેથી સમગ્ર બ્રહ્માંડમાં, તેના માટે, બ્રહ્મ સિવાય અન્ય કશું રહેતું જ નથી; સર્વાત્મદર્શન પ્રાપ્ત કરનાર તેને સર્વત્ર હવે બ્રહ્મ જ દેખાય છે, “બ્રહ્મ તે જ હું” (ગર્દ બ્રહ્મ અસ્મિ 1), - એવી પ્રતીતિ ધરાવનાર તેને હવે દેહ-ઇન્દ્રિયો જ રહેતાં નથી, તો પછી અન્ય કોઈ-કશું તો રહે જ શાનું !
આમ, એને ક્યાંય (વ પિ) ‘અહંભાવ' કે ઇદંભાવ’ ૨હેતા જ નથી : આવા સઘળા પરિચ્છિન્ન ભાવો જેના લુપ્ત થઈ ગયા હોય, તે જ જીવન્મુક્ત ! “હું” અને “આ”, - એની દૃષ્ટિએ, એકસરખાં “અ-બ્રહ્મ” ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૩૯)
૪૪૦
न प्रत्यग्- ब्रह्मणोर्भेदं कदापि ब्रह्मसर्गयोः ।
प्रज्ञया यो विजानाति स जीवन्मुक्त इष्यते ॥४४०॥ વિવેકચૂડામણિ | ૮૬૩