________________
એવી જ, યથાપૂર્વ, સ્થિત અને સ્થિર રહે છે !
કારણ કે, એનાં સમગ્ર વ્યક્તિત્વનાં અણુ-અણુમાં, ગીતા-પ્રબોધિત આત્મૌપમ્ય (૬, ૩૨) ઓતપ્રોત બની ગયું હોય છે !
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૪૩૪)
૪૩૫
इष्टानिष्टार्थसंप्राप्तौ समदर्शितयाऽऽत्मनि उभयत्राविकारित्वं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३५ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
ઇષ્ટાનિષ્ટાર્થસંપ્રાપ્તૌ સમદર્શિતયાડડત્મનિ । ઉભયત્રાવિકારિત્વ જીવન્મુક્તસ્ય લક્ષણમ્ ॥૪૩૫॥
શ્લોકનો ગદ્ય અન્વય :
इष्ट-अनिष्ट - संप्राप्तौ आत्मनि समदर्शितया उभयत्र अविकारित्वं નીવન્મુહ્ય નક્ષળ (સ્તિ) જરૂ॥
શબ્દાર્થ :
શ્લોકનાં ચોથા ચરણમાં ઉલ્લિખિત, જીવન્મુક્તનાં લક્ષણને બાકીનાં ચરણોમાંના શબ્દો વડે, આ રીતે, સમજાવવામાં આવ્યું છે :
उभयत्र अविकारित्वम् । બંને પરિસ્થિતિઓમાં, ચિત્તને અવિકૃત રાખવું, તેમાં વિકારો ન થાય, ચિત્તનાં અવિકારીપણાંને જાળવી રાખવું તે. બંને પરિસ્થિતિઓ કઈ ? ફષ્ટ એટલે ઇછ્યા પ્રમાણેનું, મનગમતું, પ્રિય; અનિષ્ટ એટલે ન ઇચ્છેલું, અણગમતું, અપ્રિય; આવા પદાર્થો-પ્રસંગો-બનાવોની પ્રાપ્તિ થાય, ત્યારે. એટલે કે આવી બંને પ્રકારની ઘટના બનવા પામે ત્યારે; મનમાં (આત્મનિ), હર્ષશોક જેવા ભાવ-વિકારો ન જન્મે; આવી સિદ્ધિ કેવી રીતે સંપન્ન કરી શકાય ? - સમશિતયા । સમાન-ષ્ટિ હોવાથી; એકસરખું દર્શન હોવાથી. ઉપર્યુક્ત પરિસ્થિતિમાં પણ, ‘સમદર્શિત્વ'ને લીધે, ‘અવિકારિત્વ’ જાળવી રાખવું, જીવન્મુક્તનું આ જ લક્ષણ છે. (૪૩૫)
--
અનુવાદ :
ઇષ્ટ અને અનિષ્ટની પ્રાપ્તિમાં (પણ), સમાન દૃષ્ટિને લીધે, બંને પરિસ્થિતિઓમાં, મનને અવિકૃત રાખવું, - આ, જીવન્મુક્તનું લક્ષણ છે. (૪૩૫) વિવેકચૂડામણિ / ૮૫૫