________________
૪૩
अतीताऽननुसन्धानं भविष्यदविचारणम् ।
औदासीन्यमपि प्राप्ते जीवन्मुक्तस्य लक्षणम् ॥४३३॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અતીતાડનનુસધાનું ભવિષ્યદવિચારણમ્ |
ઔદાસી મપિ પ્રાપ્ત જીવન્મુક્તસ્ય લક્ષણમ્ II૪૩૩ શ્લોકનો ગદ્ય અન્વય :
अतीत-अननुसन्धानं, भविष्यद्-अविचारणं, प्राप्ते. (पदार्थे, सुख-दुःखे) શપ મૌવાણી, - (ત) નીવન્યુ (તિ) જરૂર શબ્દાર્થ :
આ શ્લોકમાં પણ, ચોથું ચરણ, યથાપૂર્વ, પુનરુક્ત કરીને, “જીવન્મુક્ત”નાં લક્ષણની ત્રણ વિશેષતાઓ આ પ્રમાણે દર્શાવવામાં આવી છે : - (૧) અતીત-મનનુસન્ધાનમ્ ! અતીત એટલે ભૂતકાળ, વીતી ચૂકેલો સમય; અનુસંધાન એટલે એની સાથે સંબંધ સંપર્ક રાખવો-જાળવવો; આ પ્રમાણે, ન કરવું તે, મનનુસંધાનમ્ | ભૂતકાળનું સ્મરણ ન કરવું; વીતેલા સમયમાંના પ્રસંગોને, એવી ઘટનાને યાદ ન કરવી તે; ટૂંકમાં, ભૂતકાળને સંપૂર્ણરીતે ભૂલી જવો.
(ર) "વિષ્ય-વિરારમ્ ભવિષ્યનો વિચાર ન કરવો; ભાવિ વિશે પણ કશી કલ્પના ન કરવી.
(૩) પ્રાતે (વર્તમાનકા) પિ મૌવાસીચમ્ | પ્રાપ્ત એટલે અત્યારે, ચાલુ સમય વિશે, વર્તમાનકાળ બાબતમાં; દાસીન – શબ્દ આ પહેલાં આવી ગયો છે : ઉપેક્ષાભાવ ધરાવનાર (Indifferent) એ અર્થમાં; એ શબ્દ પરથી બનેલું ભાવવાચક નામ (Abstract Noun), - તાલીમ્ ઉદાસીનતા. (૪૩૩). અનુવાદ :
ભૂતકાળનું સ્મરણ ન કરવું, ભવિષ્યકાળનો વિચાર ન કરવો અને પ્રાપ્ત(વર્તમાન) પરિસ્થિતિ પ્રત્યે ઉદાસીનતા, - જીવન્મુક્તનું આ લક્ષણ છે. (૪૩૩) ટિપ્પણ:
પોતાનાં સ્કૂલ શરીર પ્રત્યેના અભિગમની વિશિષ્ટતા જણાવીને, ગયા શ્લોકમાં જીવન્મુક્ત”નું “સ્વકીય' કહી શકાય એવું લક્ષણ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું;
- વિવેકચૂડામણિ | ૮૫૧