________________
રહિત. આમ તો, વાચ્યાર્થની દૃષ્ટિએ તો, સહ-કોઈ “ચિત્ત-વાળા' જ હોય છે, ચિત્ત-વિનાનું તો કોઈ હોતું જ નથી ! લક્ષ્યાર્થ એ છે કે જરૂર પડ્યે, ચિત્ત દ્વારા વિષય-ગ્રહણ કરે એવી શક્તિ તેનામાં હોવા છતાં તે ચિત્તની આવી શક્તિનો વિનિયોગ કરતો નથી, આવી ઇચ્છા એને કદાપિ થતી જ નથી, - એ અર્થમાં, તે નિશ્ચિત્ત' છે.
“જીવન્મુક્ત”નાં લક્ષણોનાં અત્યાર સુધીના શ્લોકોમાં, ચોથું પાદ, આ રીતે ચાલ્યું આવતું હતું : ૩ નીવનુ$ $ષ્યતે |
આ ચરણમાંનું ક્રિયાપદ રૂષ્યતે (—છું એટલે “ઇચ્છવું' - એ ધાતુનું કર્મણિ વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂ૫) પ્રયોજવા પાછળ આચાર્યશ્રીનો ઉદ્દેશ એ હોઈ શકે કે “તે મનુષ્ય “જીવન્મુક્ત” કહેવાય” - તે, ઇચ્છવાયોગ્ય છે, એવું એમને અભિપ્રેત છે. (૪૩૧) અનુવાદ :
સંસાર વિશેની જેની વાસના શમી ગઈ છે, એવો જે સાધક) કલાવાન હોવા છતાં નિષ્કલ છે અને જે (સાધક) ચિત્તવાળો હોવા છતાં ચિત્ત-રહિત છે, - તે “જીવન્મુક્ત” કહેવાય છે. (૪૩૧) ટિપ્પણ :
“જીવન્મુક્ત”ની પ્રજ્ઞા પણ, “સ્થિતપ્રજ્ઞ”ની જેમ જ, સુદઢ રીતે સ્થિર થઈ ગઈ છે, એટલે, હવે, આ પછીના શ્લોકોમાં, એ પ્રજ્ઞાની સ્થિરતાની પ્રશંસા કરવામાં આવી છે. '
પ્રજ્ઞા-સ્થિરતાની પ્રતીતિ, અહીં, આ ત્રણ સ્વરૂપમાં જોવા મળે છે :
(૧) “સંસાર” એટલે જ, જે, સતત “સરતો રહે છે : સંરતિ તિ સિંસાર ! આવા સતત “સરતા રહેતા, એટલે કે અસ્થિર સંસારમાં જ રહેતો-જીવતો હોવા છતાં અને સંસાર સાથે સંકળાયેલી વિષય-વાસનાઓના અસ્થિરતા-કારક સંપર્કમાં હંમેશ વસતો હોવા છતાં, એની પ્રજ્ઞા-સ્થિરતાના પ્રભાવને કારણે, તે વાસનાવિહીન બની શકે છે અને તેથી સંસાર અંગેનું તેનું ચિંતન (7) સંપૂર્ણરીતે શમી ગયું છે (શાન્ત) : રહેવું સંસારમાં અને છતાં એ જ સંસારથી તે સતત વિમુખ, પરામુખ !
(૨) જે “કલાવાન હોય, તે નિષ્કલી કેવી રીતે હોઈ શકે? સાચી વાત તો એ કે “કલા” એટલે ભાગ-વિભાગ, અંગ-અવયવ; અને “જીવન્મુક્ત”ને પણ શરીરનાં હાથ-પગ, મસ્તક, આંખ-કાન-નાક વગેરે કલાઓ-ભાગો તો હોય જ છે. ટૂંકમાં,
વિવેકચૂડામણિ | ૮૪૭