________________
વિધાનો પરસ્પર-વિરોધી હોવા છતાં, આ મહાપુરુષની બાબતમાં સાચાં ઠરે છે અને એમાં જ એની વિશિષ્ટતા તથા અનન્ય-સામાન્યતા રહેલી છે : - (૧) પહેલી વાત તો એ કે તેનું સમસ્ત બુદ્વિતંત્ર બ્રહ્મમય જ બની રહેલું હોય છે; પરંતુ એનો અર્થ એ નથી કે તે તદન “અભાન” (Unconscious) હોય છે; એની પ્રજ્ઞાનો મહિમા જ એ છે કે એકબાજુ તે સતત બ્રહ્મમાં જ એકરૂપ રહેતો હોવા છતાં, બાહ્ય જગત સાથેના તેના રોજિંદા વ્યવહારમાં તે “ઊંઘતો નથી, કે તેનાથી તે તદ્દન અસંબદ્ધ અને અ-સંપુક્ત હોતો નથી : ના, તે પૂરેપૂરો જાગે છે! અને વળી પાછી તેની પ્રજ્ઞાની મુદ્રા એવી અસાધારણ હોય છે કે તે જાગતો હોવા છતાં (નાર્તિ ), સામાન્ય અજ્ઞાની મનુષ્યો, જાગ્રત-અવસ્થા દરમિયાન, જેમ દેહાદિ અને ઇન્દ્રિયો વગેરેમાં આસક્ત હોય છે અને તેમના પ્રત્યે અહંભાવ સેવીને તેના પ્રત્યે કર્તા-ભોક્તાભાવમાં બંધાય છે, તેમ “જીવન્મુક્ત” વિશે જરા પણ બનતું નથી. તેનું “જીવન્મુક્તપણે એ હકીકતમાં રહેલું છે કે તે જાગતો હોવા છતાં, જાગ્રત-અવસ્થાના ઉપર્યુક્ત સર્વ સામાન્ય અને સ્વાભાવિક ધર્મોથી તે રહિત હોય છે.
આપણે આવી સ્થિતિને “જાગૃત-લીનતા” કહીશું કે “લીન-જાગૃતિ” કહીશું?
બુદ્ધિની બ્રહ્મલીનતામાં જાગતાં રહેવું અને જાગ્રત-અવસ્થામાં પણ આ અવસ્થાના સ્વાભાવિક ધર્મોથી પર રહેવું, - એવું આ નિરૂપણ આપણને ગીતાના, સ્થિતપ્રજ્ઞ”નાં વર્ણનના આ શ્લોકનું સ્મરણ આપે છે :
या निशा सर्वभूतानां तस्यां जागति संयमी । યસ્યાં કાતિ મૂતાનિ સા નિશા પતો મુને ! (૨, ૨૯)
(“સર્વ પ્રાણીઓ માટે જે રાત્રિ છે, તેમાં સંયમી-સ્થિતપ્રજ્ઞ જાગે છે, અને જેમાં પ્રાણીઓ જાગે છે, તે, જ્ઞાની મુનિ માટે, રાત્રિ છે.”)
(૨) અને એવી જે બીજી વિશિષ્ટતા આ મહાનુભાવની એ કે એની આ જ્ઞાનાવસ્થામાં “વાસનાને કશું જ સ્થાન નથી હોતું; એનો અર્થ જ એ કે એનું આ જ્ઞાન (વાંધ) સામાન્ય પ્રકારનું નથી. એનું જ્ઞાન સંસારી જીવનને સંપૂર્ણરીતે અતિક્રમીને (Transcend) એવી ઉચ્ચ ભૂમિકાને આંબી ગયું હોય છે કે બિચારી વાસના માટે
ત્યાં પ્રવેશ (Entry)ની કશી શક્યતા જ રહેતી નથી. એનું “જ્ઞાન” તો, બીજા શબ્દોમાં, “જ્ઞાનાગ્નિ' જ છે, જે, સર્વવાસનાઓને ભસ્મીભૂત કરી નાખે છે !
હકીકતમાં, શ્લોક-૪૨૭માંનું નિવિરત્વ તે, આ જ !
સમગ્ર શ્લોકનું તાત્પર્ય ગીતાના સ્થિતપ્રજ્ઞ-વર્ણનમાંના આ શ્લોકનું સ્મરણ કરાવે તેવું છે :
વિવેકચૂડામણિ | ૮૪૫