________________
પદ્ધતિ પ્રમાણે યુનિવર્સિટી-શિક્ષણ પામેલા આધુનિક બહુસંખ્યક વિદ્વાનો, ઈ. સ. ૭૮૮થી ૮૨૦ સુધીના ૩ર વર્ષના સમય-ગાળાને, શંકરાચાર્યનાં આયુષ્ય તરીકે માન્ય રાખે છે.
વળી, એક મત પ્રમાણે, એમના જન્માક્ષર અને જન્મસમયની ગ્રહ-પરિસ્થિતિના આધારે, તત્કાલીન જ્યોતિષીઓએ તેમનું આયુષ્ય માત્ર આઠ જ વર્ષનું હોવાનું જણાવ્યું હતું, પરંતુ આચાર્યશ્રીનાં માતાએ પુત્રને સંન્યાસી બનવાની સંમતિ આપી તેથી પ્રસન્ન થઈને, ભગવાન શંકરે એ આયુષ્ય બમણું એટલે કે ૧૬ વર્ષનું કરી આપ્યું હતું અને એમના ચરિત્રકારોએ નોંધ્યું છે તે પ્રમાણે, આ આયુષ્યની અવધિ પૂરી થવામાં હતી ત્યારે, “બ્રહ્મસૂત્ર”ના સૂત્રકાર શ્રીબાદરાયણ વ્યાસને આચાર્યશ્રીએ આ ગ્રંથ પરનાં પોતાનાં ભાષ્ય વડે પ્રસન્ન કર્યા તેથી, વ્યાસે, એમનું આયુષ્ય ૧૬થી વધારીને ૩રનું, એટલે કે મૂળથી બમણું, કર્યું હતું.
મનુષ્યનાં જન્મ, આયુષ્ય-અવધિ અને મરણ, - આ બધું માત્ર ઈશ્વરાધીન છે; મનુષ્ય માટે આમાં હસ્તક્ષેપનો કશો જ અવકાશ નથી : શ્રીબાદરાયણ વ્યાસ ગમે તેવા મોટા ગજાના તત્ત્વચિંતક હોય, આખરે તેઓશ્રી પણ એક મનુષ્ય જ હતા ને ! - આચાર્યશ્રીના આયુષ્યની અવધિ તેઓશ્રી બમણી કેવી રીતે કરી શકે? કેટલાક ચરિત્રકારો આચાર્યશ્રીનાં આયુષ્યને ૩૪ વર્ષ કે ૩૮ વર્ષ પણ માને છે.
વળી, આચાર્યશ્રીએ પોતે રચેલાં દેવી-અપરાધ-ક્ષમાપન-સ્તોત્રના, નીચે પ્રમાણેના, પાંચમા શ્લોકને લક્ષમાં લઈએ તો, એ સ્તોત્રના રચના-કાળે, આચાર્યશ્રી ૮૫ વર્ષોથી પણ વધાર વયના હતા :
परित्यक्ता देवा विविधविधिसेवाकुलतया
__ मया पंचांशीतेरधिकमपनीते तु वयसि । इदानीं चेन्मातस्तव यदि कृपा नापि भविता
निरालम्बो लम्बोदरजननि कं यामि शरणम् ॥५॥ (“પંચાશીથી વધારે મારી ઉંમર વીતી ગઈ છે ત્યારે, વિવિધ પ્રકારની વિધિવાળી સેવાથી અકળાઈને, મેં દેવોને ત્યજી દીધા : હવે આ સંજોગોમાં, હે ગણેશની માતા ! મને જો તારી કૃપા પણ નહીં મળે તો, આધાર વિનાનો હું (બીજા) કોને શરણે જાઉં ?”).
શંકરાચાર્યનાં લગભગ સર્વ સ્તોત્ર-ગ્રંથોમાં આ સ્તોત્રનો સમાવેશ થયો છે, અને એ સર્વમાં આ શ્લોક પણ છે જ; એટલે એમણે આ આખું સ્તોત્ર પોતે જ રચ્યું
વિવેકચૂડામણિ | ૭