________________
‘ઉપમાન’ યોજવામાં આવે તે, સાધારણધર્મની બાબતમાં, ‘ઉપમેય’ કરતાં ચઢિયાતું હોવું જોઈએ. અહીં ‘ઉપમાન' તરીકે આકાશને પરબ્રહ્મ કરતાં. ‘ચઢિયાતું’ (Superior) કહી શકાય ? આ ઉપમા, આ કારણે એક પ્રકારની ‘હીનોપમા' નથી બની જતી ?
આ વાત પૂજ્ય ભગવત્પાદ જેવી મહાન વ્યક્તિના ખ્યાલ બહાર હતી એમ કહેવાનો અહીં હરગીઝ આશય જ નથી : એ તો અક્ષમ્ય અનૌચિત્ય અને અવિવેક કહેવાય. માત્ર એટલું જ કે સામાન્ય માણસ સમજી શકે, એટલો જ એમનો તો ઉદ્દેશ હોય.
(૪) હકીકતમાં તો, જે પરબ્રહ્મ એક અને અદ્વિતીય' છે, તેના માટે વળી ‘દ્વિતીય’ જેવું ‘ઉપમાન’ કેવું ? જે પોતે, આમ, સ્વરૂપની દૃષ્ટિએ, ‘અનુપમ' કે ‘નિરુપમ’(Unique) છે, એના માટે, ‘ઉપમા’-અલંકાર પ્રયોજવામાં, ઔચિત્યભંગ થતો નથી ?
સાહિત્ય-વિવેચનની દૃષ્ટિએ, જેના માટે કોઈ ‘ઉપમાન' શક્ય જ ન હોય, એવાં કોઈક તત્ત્વ માટે, ‘અનન્વય’-નામનો એક અલંકાર સ્વીકારવામાં આવ્યો છે, જેમાં ‘ઉપમેય’ને જ ‘ઉપમાન’ તરીકે મૂકવામાં આવે. મહાકવિ વાલ્મીકિએ ‘રામરાવણયુદ્ધ' માટે, આવો ‘અનન્વય’-અલંકાર, “રામાયણ”માં, આ પ્રમાણે પ્રયોજ્યો છે :
गगनं गगनाकारं सागरः सागरोपमः । रामरावणयोर्युद्धं रामरावणयोः इव 11
(“આકાશ કોના જેવું ? આકાશ જેવું જ ! અને સાગર કોના જેવો ? સાગર જેવો જ ! એ જ રીતે ‘રામરાવણયુદ્ધ’ વળી બીજા કોના જેવું ? ‘રામરાવણયુદ્ધ' જેવું જ !”)
(૫) વળી, ભક્ત માટે જેમ ભગવાન-સ્વરૂપની વિભાવના, તેમ મોક્ષાર્થી સાધક માટેની પરબ્રહ્મ-સ્વરૂપની વિભાવના (Concept) પણ, સંપૂર્ણરીતે અંગત કે આત્મગત (Completely personal, subjective) ન હોય ? આવી વિભાવના સર્વગત (Objective, Universal) બની શકે ખરી ?
(૬) અને હવે છેલ્લી વાત : ‘હું પોતે જ પરબ્રહ્મ છું' (સ્વયં પરં બ્રહ્મ) એમ શ્લોકમાં કહેવામાં આવ્યું છે તો પછી, શ્લોકનું તાત્પર્ય એ હોઈ શકે કે “અન્ય કે વિશેષ કશું જાણવા જેવું શું છે ?” (મિસ્તિવોધ્યમ્ ।)
અને છતાં, ભગવત્પાદ આચાર્યશ્રી જેવા ઉચ્ચ કોટિના તત્ત્વચિંતકની નિરાળી નિરૂપણ-દૃષ્ટિને લક્ષમાં લેતાં, આ શ્લોકનું સમુચિત અને સુસંગત તાત્પર્ય તો એ જ
વિવેકચૂડામણિ | ૭૬૫
-
-