________________
પોતાને, પોતાની જાતને જાણીને (જ્ઞાત્વા); કેવાં સ્વરૂપે જાણીને ? – અખંડ જ્ઞાનસ્વરૂપે; પોતે શાશ્વત જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ છે, એવી પ્રતીતિ કરીને.
(૪) તેગ્ય: વિમુp: (સન) | તે સર્વમાંથી છૂટીને, તે બધાંથી વિમુક્ત થઈને. તે બધાં એટલે શું? કોણ? - અવિદ્યા, મિથ્યા પદાર્થો, શબ્દ-સ્પર્શ વગેરે તન્માત્રાઓ, વાસનાઓ વગેરે. વિમુ$: એટલે વિશેષે મુp: I અને આ “વિશેષ” એટલે વાસનાઓ, જેમાંથી મુક્તિ, મોક્ષ માટે, અનિવાર્ય છે. (૩પ૩). અનુવાદ :
વિદ્વાન મનુષ્ય, આ રીતે, સત્ અને અસનો ભેદ સમજીને, પોતાની જ્ઞાનમયી દૃષ્ટિથી આત્મતત્ત્વ વિશે નિશ્ચય કરીને, આત્મ-સ્વરૂપ પોતાને અખંડબોધરૂપે જાણીને અને તે(બધાં મિથ્યા પદાર્થો વગેરે)થી સંપૂર્ણરીતે મુક્ત થઈને, પોતાની મેળે જ શાંત થઈ જાય છે. (૩પ૩). ટિપ્પણ :
| શ્લોકમાં, સ્વયમેવ શાંત થતાં પહેલાં, વિદ્વાન, જે ચાર ક્રિયાઓને સંપન્ન કરે છે, તેમાંની ત્રણ - વિમ, નિશ્ચિત્ય અને જ્ઞાતી – માટે, સંબંધક ભૂતકૃદંતનાં રૂપો પ્રયોજાયાં છે અને છેલ્લી ચોથી ક્રિયા માટે, -વિમુp: એવું કર્મણિ ભૂતકૃદંતનું રૂપ પ્રયોજાયું છે.
આમ તો, છેલ્લા બે શ્લોકોમાં કરવામાં આવેલાં પ્રતિપાદનનું, સમાપન કરીને, અહીં, એનો ઉપસંહાર જ કરવામાં આવ્યો છે : સ્વયં-શાંતિ પામતાં પહેલાંની જે ચાર ક્રિયા વિદ્વાન સાધકે પરિપૂર્ણ કરવાની છે તે, સ્વયં-શાંતિની પૂર્વભૂમિકા-રૂપે સૂચક અને મહત્ત્વની છે : અહંકારથી માંડીને દેહ-પર્વતના સર્વ “દશ્ય-પદાર્થો અસત્ય છે અને તે સર્વનો સાક્ષી જ્ઞાનસ્વરૂપ એવો આત્મા જ “સત્ય' છે – એવી વિવેકબુદ્ધિ વિના “શાંતિ અસંભવિત છે; અને એ જ રીતે, આવા વિભાગ” વડે જ, એટલે કે પોતાની જ્ઞાનમયી દૃષ્ટિ વડે જ, આત્મતત્ત્વ વિશેનો અસંદિગ્ધ નિશ્ચય કરી શકાય અને પોતાની જાતને અખંડ-જ્ઞાનસ્વરૂપે જાણ્યા સિવાય, પેલાં સર્વ અનાત્મ-તત્ત્વોથી સંપૂર્ણરીતે મુક્ત પણ ન જ થઈ શકાય : હકીકતમાં, આ ચારેય ક્રિયાઓની પરિપૂર્ણતા એટલે બીજું કશું જ નહીં, પરંતુ તમોગુણે અને રજોગુણે પોતાના આત્મા પર પાથરેલાં પેલાં બે અનિષ્ટો, - એટલે કે, અનુક્રમે, “આવરણ” અને “વિક્ષેપનું પૂરેપૂરું દૂરીકરણ.
બસ, પછી, સાધકે બીજું કશું કરવાનું રહેતું જ નથી. આ ચાર ક્રિયાઓ પોતે જ એવી પ્રભાવક છે કે એની ઇચ્છિત શાંતિ, પોતે જ, સામે ચાલીને, તેની પાસે આવી જાય છે ! - જાણે કે આવા “વિપશ્ચિત્' પાસે આવીને, શાંતિ પોતે જ કૃતાર્થ
વિવેકચૂડામણિ | ૬૬૯