________________
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : વિક્ષેપ$િ: પુરુષ વિક્ષેપતિ ! વિલેપશક્તિ એટલે, મનુષ્યનાં મનમાં કામ-ક્રોધ વગેરે પરિપુઓ ઉત્પન્ન કરનાર, રજોગુણની શક્તિ. આ શક્તિ મનુષ્યનાં ચિત્તમાં વિક્ષેપ ઊભો કરે છે (Districts him), તેને વિક્ષિપ્ત-વિક્ષુબ્ધ કરે છે, (Agitates him). આવું કાર્ય, તે શાના વડે કરે છે ? (વિક્ષેપ)મુળઃ | તેના-પોતાના-વિક્ષેપશક્તિના ગુણો વડે; આ કાર્યમાં, તેને બીજી મદદ ક્યાંથી, કેવી રીતે મળે છે? - (તં પુરુષ) અહંવૃદ્ધયા વિ યોગયિત્વા I તે મનુષ્યને અહંબુદ્ધિ સાથે જ જોડી દઈને; અહંબુદ્ધિ સાથે તેનું, તે મનુષ્યનું, જોડાણ કરવાથી જ; આ અહંબુદ્ધિ કેવી છે? - મોહિગ્યા મોહમાં નાખી દે તેવી, મોહ પમાડનારી, મોહિત કરી નાખનારી. પરંતુ આવું કાર્ય તે, આક્ષેપશક્તિ, કોના જોર પર કરી શકે છે? સાવૃતેઃ વત્તાત્ | માવૃતિ એટલે તમોગુણની આવરણશક્તિ, મનુષ્યના આત્માને ઢાંકી દેનારી, તેને ભ્રાંત કરી દેનારી શક્તિ. તેનાં બળ વડે, તેના પ્રભાવથી. (૩૪૪) અનુવાદ :
વિક્ષેપશક્તિ, આવરણશક્તિનાં બળ વડે, મોહિત કરનારી અહંકાર-બુદ્ધિ સાથે મનુષ્યને જોડી દઈને જ, તેના-પોતાના વિક્ષેપશક્તિના) ગુણો વડે તેને વિક્ષિપ્ત કરે છે. (૩૪૪) ટિપ્પણ :
સાંખ્ય-દર્શન અનુસાર, સત્ત્વ-રજસ-તમસ એ ત્રણ ગુણોમાંથી, રજોગુણની વિક્ષેપશક્તિ, મનુષ્યનાં મનને વિક્ષિપ્ત-વિક્ષુબ્ધ કરી નાખે છે (Disturbs him) અને તમોગુણ, તેના આત્માને, પોતાની આવરણશક્તિ વડે, ઢાંકી દે છે, આવૃત કરી દે છે અને આથી તેને બ્રાંત કરી નાખે છે.
આ પહેલાં, ગ્રંથકારે, આ બે શક્તિઓનું સ્વરૂપ સમજાવેલું જ છે.
મુમુક્ષુ સાધક જો સ્વસ્થ-સાવધ-સાવચેત ન રહે તો, તમોગુણની આવરણશક્તિ, તેના મૂળભૂત સત્-ચિત-આનંદ-સ્વરૂપ એવા આત્માને આવૃત કરી નાખે છે, તેના પર પોતાની આ શક્તિનો પડદો નાખીને, તેને આચ્છાદિત કરી નાખે છે (veils him). આમ થવાથી, પોતાનાં સાચાં આત્મસ્વરૂપથી તે વંચિત થઈ જાય છે, તેનામાં પ્રમાદ જન્મે છે અને અવિદ્યાનો તે ભોગ બને છે.
અસાવધ રહેવાને કારણે, તમોગુણ-જન્ય આવરણશક્તિની અસર તળે, બમણાપ્રસ્ત બનેલા મનુષ્ય પર, ત્યારપછી, રજોગુણ આક્રમણ કરે છે. પોતાનાં આક્રમણમાં સૌપ્રથમ, તે રજોગુણ, સાધકને અહંકાર સાથે જોડી દે છે અને અહંકારનું તો સ્વરૂપ
૬૪૮ | વિવેકચૂડામણિ