________________
(“પ્રસન્ન થતાં, માણસનાં સર્વ દુઃખો નાશ પામે છે, કેમ કે જેનું ચિત્ત પ્રસન્ન છે, તેવા(માણસ)ની બુદ્ધિ જલદી સ્થિર થઈ જાય છે.”)
‘પ્રસાદ’ અને પ્રસન્નતા’, - એ બંને શબ્દો, મૂળમાં, પ્ર + સ ્ - એ ધાતુ પરથી બનેલા છે અને એ બંને શબ્દો, વાચ્યાર્થમાં, ‘પ્રસન્નતા’-એવા અર્થમાં, સમાનાર્થ (Synonyms) છે; છતાં પ્રસાદ’-શબ્દ એના વ્યંગ્યાર્થ(Suggestion)માં, ‘અંતઃકરણની વિશુદ્ધિ’નો સંકેત આપે છે; કારણ કે એના વિના મન પ્રસન્ન થઈ શકે નહીં, જે ‘પ્રસાદ’ને કારણે સાધકને પરમાત્માનું દર્શન થઈ શકતું હોય, તેનાં મૂળમાં અંતઃકરણની વિશુદ્ધિ જ હોય, એમાં શંકા નથી.
ઉપર, ગીતાનો જે શ્લોક (૨, ૬૫) ટાંકવામાં આવ્યો છે, તેની પહેલાંના શ્લોકમાં (૨, ૬૪) જ આ વાતનું સમર્થન મળે છે ઃ ‘સ્વવશ અંતઃકરણવાળો મનુષ્ય’ (વિધેયાત્મા) ‘પ્રસાદ’ પામે છે', (પ્રસાદું અધિચ્છતિ I), એમ જે કહેવામાં આવ્યું છે, ત્યાં પણ તે ‘પ્રસન્નતા’ એટલે ‘અંતઃકરણની વિશુદ્ધિ’, એવો જ અર્થ ‘ગીતા’-કારને અભિપ્રેત છે.
-
1:0
વળી, પરમાત્માનાં દર્શનની બાબતમાં પણ, વિવેકચૂડામણિ’ના આ શ્લોક(૩૩૬)માં પણ ‘મુ-તૃષ્ટ'- શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો છે, એ હકીકત આ જ અર્થઘટનનું સમર્થન કરે છે ઃ ‘દર્શન’ને ‘મન’ સાથે નહીં, પરંતુ ‘અંતઃકરણ' સાથે સીધો, સવિશેષ અને સઘન સંબંધ છે. જળાશયનું જળ જો ‘પ્રસન્ન’ એટલે કે વિશુદ્ધ (clean, clear, Transparent) હોય તો જ તેનાં તળિયે પડેલી વસ્તુ ચોખ્ખી દેખાય. એમ જ અંતઃકરણ વિશુદ્ધ હોય તો જ પરમાત્માનું દર્શન ત્યાં ‘સુ-દૃષ્ટ’ થઈ શકે.
કઠોપનિષદ(૧, ૩, ૧૦)માં પણ ‘બુદ્ધિને મનથી પર' (મનસસ્તુ પરા બુદ્ધિ: ।), એમ જે કહેવામાં આવ્યું છે, ત્યાં પણ આ ‘બુદ્ધિ’શબ્દ ‘અંતઃકરણની વિશુદ્ધિ'ના અર્થમાં જ પ્રયોજાયો છે, કારણ કે ત્યાં પણ ત્યારપછીના જ શ્લોકમાં (૧, ૩, ૧૨) આત્માનાં દર્શન માટે, સૂક્ષ્મદર્શી મનીષીઓ વડે એકાગ્રતાવાળી સૂક્ષ્મ બુદ્ધિ પર જ, આ પ્રમાણે, ભાર મૂકવામાં આવ્યો છે :
दृश्यते तु अग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥
હકીકતમાં, પરમાત્માનું દર્શન, સાચા અર્થમાં ‘સુ-વૃષ્ટ’ ત્યારે જ થઈ શકે, જ્યારે કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના, પોતાનાથી સંપૂર્ણરીતે અભિન્ન એવું એનું દર્શન થઈ શકે અને અંતઃકરણની પૂરેપૂરી વિશુદ્ધિ વિના આમ બનવું શક્ય નથી. આવું, નોખું-નિરાળું મહત્ત્વ છે, ‘અંતઃકરણની વિશુદ્ધિ'ના અર્થમાં પ્રયોજાયેલી
વિવેકચૂડામણિ / ૬૨૭