________________
અને વર્ષો પછી જ્યારે તે વૃદ્ધ થયો ત્યારે, તેના યુવાન પુત્રે તેને દુઃખી કર્યો.
પરંતુ કેટલીક વાર, મનુષ્ય આવાં “સંચિત કર્મોને ભોગવે, એટલે કે એનાં ફળ તેને મળે તે પહેલાં તેનું મૃત્યુ થાય. આવાં “સંચિત કર્મો પાકીને ફળ આપે તે માટે તેણે ફરી જન્મવું જ રહ્યું, અને આ માટે તેણે શરીર ધારણ કરવું જ રહ્યું : પેલાં સંચિત' કર્મો પાકીને બીજા જન્મમાં ફળ આપવા તૈયાર થાય, તેને પ્રારબ્ધ કર્મો કહેવામાં આવે છે, જેને ભોગવવા માટે, અનુરૂપ શરીર મનુષ્યને મળે છે અને પેલાં પ્રારબ્ધ કર્મો જ આ શરીરનું પોષણ કરે છે. (પ્રારબ્ધ વપુ: પુષ્યતિ), એને ટકાવી રાખે છે, જેથી મનુષ્ય, પેલાં પાકીને, ફળ આપવા, તૈયાર થયેલાં “પ્રારબ્ધ કર્મોને, ભોગવી શકે.
ટૂંકમાં, શરીર જન્મે છે “પ્રારબ્ધ કર્મને કારણે, અને એને પોષણ પણ મળે છે “પ્રારબ્ધ” (કર્મ) તરફથી, જેથી કર્મ ભોગવાય, ફળ મળે અને અંતે તે કર્મનો ક્ષય થાય.
આ શ્લોકમાં, આવાં “પ્રારબ્ધ કર્મનો સંદર્ભ છે, જેના દ્વારા સાધકને એ સૂચવવામાં આવે છે કે જે શરીર આવાં પ્રારબ્ધ કર્મોના ભોગનું એક સાધનમાત્ર છે, એના પ્રત્યે કશી આસક્તિ કે કશા અહ-મમ-ભાવ તેણે સેવવાં નહીં. શરીરની માલિકી જો, આ રીતે, “પ્રારબ્ધ કર્મની જ હોય તો, એ “પ્રારબ્ધ કર્મ જ શરીરનું જે કરવું હશે તે કરશે. સાધકે આવો નિશ્ચય કરીને (તિ નિશ્ચિત્ય), અચળ રહીને, ધીરજ રાખીને, પ્રયત્નપૂર્વક પોતાના અધ્યાસનો નિષેધ કરવામાં જ પોતાનાં સમગ્ર અસ્તિત્વને કેન્દ્રિત કરી દેવું.
શ્લોકનો છંદ : અનુરુપ (૨૮૦).
૨૮૧ नाहं जीवः परं ब्रह्मेत्यतद्व्यावृत्तिपूर्वकम् ।
वासनावेगतः प्राप्तस्वाध्यासापनं कुरु ॥ २८१ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
નાહ જીવ પર બ્રત્યતવ્યાવૃત્તિપૂર્વકમ્ | વાસનાવગતઃ પ્રાપ્તસ્વાધ્યાસાપનાં કુરુ / ૨૮૧ //
શ્લોકનો ગદ્ય અન્વય : મર્દ નીવ: ર (મિ), (પિ તુ) પર બ્રહ્મ (H), – રૂતિ (નિશિત્વ) વ્યાવૃત્તિપૂર્વવ વાસના તિઃ પ્રા-સ્વઅધ્યાસ-૩માનવું શું ર૮૨ ||
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : વાસનાવે તઃ પ્રાપ્ત-સ્વ-અધ્યાસ-અપનયે જ ! અહીં પણ શ્લોકની ધ્રુવપંક્તિ(Refrain) તો એ જ છે : તું તારા પોતાના અધ્યાસોને દૂર કર. આ “અધ્યાસ કેવી રીતે પ્રાપ્ત થયો ? – વાસાવેત: વાસનાના વેગને કારણે, વિષયવાસનાનાં બળને કારણે. આ “અધ્યાસીને કેવી
૫૧૬ | વિવેકચૂડામણિ