________________
ટિપ્પણ પૂરું કરતાં પહેલાં, શ્લોકની એક ભાષાકીય વિશિષ્ટતાની નોંધ કરવાનાં પ્રલોભનને ટાળી શકાય તેમ નથી. નિરૂપણ ચાલી રહ્યું છે, ‘બ્રહ્મભાવન' જેવા એક ઉચ્ચ દાર્શનિક વિષયનું, અને છતાં આચાર્યશ્રીનું કવિત્વ તો અહીં પણ અનાયાસ આવિષ્કૃત થઈ ગયું છે. શ્લોકનાં પ્રથમ ત્રણ પાદ(ચરણ)માં, શબ્દ-ચમત્કૃતિ વડે સ્વયમેવ શોભતો અને શ્લોકને શોભાવતો ‘અનુપ્રાસ’-નામક શબ્દાલંકાર, કાવ્યરસિક સહૃદયનાં હૃદયને સ્પર્ધા વિના રહેતો નથી. પ્રથમ પાદમાં ‘અયોગિ’-યોગિ, બીજા પાદમાં અને ત્રીજા પાદમાં ‘ભાવિત-વિભાવિત’, ‘વેદ્ય-વઘ’ એ ત્રણ શબ્દયુગલોમાંના પ્રાસાનુપ્રાસ, જેટલા સ્વયમેવ સિદ્ધ છે, એટલા જ અર્થઘોતક પણ છે. આમ, ‘તત્ત્વચિંતક' શંકરાચાર્ય પણ પોતાનામાંના ‘કવિ’(the poet in him)નાં સ્વરૂપને ક્યારેક-ક્યારેક અભિવ્યક્ત કરતા રહે છે !
શ્લોકનો છંદ : રથોદ્ધતા (૨૫૭)
૨૫૮
भ्रान्तिकल्पितजगत्कलाश्रयं
स्वाश्रयं च सदसद्विलक्षणम् ।
निष्कलं निरुपमानमृद्धिमद्
વૃત્ત ‘તત્ત્વમસિ' ભાવયાત્મનિ ॥ ૨૮ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
ભ્રાન્તિકપિતજગત્કલાશ્રયં
સ્વાશ્રયં ચ સદસવિલક્ષણમ્ ।
-
નિષ્કલં નિરૂપમાનમૃદ્ધિમદ્
બ્રહ્મ ‘તત્વમસિ’ ભાવયાત્મનિ ॥ ૨૫૮ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : (ચવું) . શ્રાન્તિલ્પિતનાનાશ્રયં, સ્વાશ્રયં, સત્असत् - विलक्षणं निष्कलं, निरुपमानं, ऋद्धिमत् च तत् ब्रह्म त्वं असि (કૃત્તિ). માત્મનિ માય ॥ ૨૮ ॥
શબ્દાર્થ : આ પહેલાંના શ્લોકોમાં છે તેમ, મુખ્ય વાક્ય : તત્ બ્રહ્મ ત્યં અસિ (કૃતિ) આત્મનિ માવય । કેવું બ્રહ્મ ? આ પ્રમાણે, બ્રહ્મનાં છ વિશેષણો છે : (૧) 'પ્રાપ્તિ-સ્જિત-જ્ઞાત્-તા-આાશ્રયમ્। નાત્ તા એટલે જગતરૂપી કલા અથવા કલ્પના, આશ્રય એટલે આધારરૂપ, અધિષ્ઠાનરૂપ : ભ્રાન્તિ વડે ક્લ્પવામાં આવેલી આ જગતરૂપી કલાના આધારરૂપ જે છે, તેવું બ્રહ્મ.
(૨) સ્વ-આશ્રયમ્ । જેને પોતાના સિવાય અન્ય કોઈનો આધાર નથી, માત્ર પોતાના એકના જ આધાર પર નિર્ભર છે, એવું બ્રહ્મ.
(૩) સત્-અસત્-વિક્ષિળમ્ । સત્ અને અસત્ બંનેથી જૂદું-ભિન્ન-પૃથક્ છે, એવું બ્રહ્મ.
વિવેકચૂડામણિ / ૪૮૧
ફર્મા – ૩૧