________________
અને મૃઃ એટલે માટી. ભિન્ન એટલે જૂદો, અલગ. ઘડો માટીથી જૂદો નથી. આવું વિધાન કરવા માટેનું કારણ ? સર્વત્ર તુ મૃત્વમાવાન્ ! સર્વત્ર – બધી રીતે, સર્વાગ, સર્વ સ્થળે, મૃત્વમાર - મોટીરૂપ હોવું, માટી સાથે ઓતપ્રોત હોવું. ઘડો માટીથી ભિન્ન નથી કારણ કે તે, ખરેખર, બધી જ રીતે, માટીરૂપ જ છે, માટી સાથે ઓતપ્રોત છે. :(ઘડો) કેવો છે? મૃાર્યભૂત ઘડાનાં આ વિશેષણને જરા સમજવા જેવું છે : મૃત એટલે માટી, વાર્થ એટલે પરિણામ (Effect). કૃwાર્ય એટલે માટીનું પરિણામ, માટીનો બનેલો, માટીમાંથી બનેલો. ઘડો માટીમાંથી, માટીનો બનેલો છે, એ તો સર્વવિદિતિ છે, પરંતુ ગ્રંથકારને અહીં જે સૂચવવાનું અભિપ્રેત છે, તે તો એ કે માટી ઘડાનું “ઉપાદાન કારણ” (Cause) છે, અને ઘડો માટીનું “કાર્ય' (Efect) છે. ઘડા અને માટી વચ્ચેનો આ કાર્ય-કારણ-સંબંધ, બ્રહ્મ અને જગત વચ્ચેના આ જ પ્રકારના કાર્ય-કારણ-સંબંધ પ્રત્યે આંગળી ચીંધે છે ! કુમરૂપે (ગૃહ) પૃથ ન તિ ઘડાનું રૂપ માટીથી જૂદું નથી. કૃષા ઋન્વિતમાત્ર: A (5:) dઃ (fમત્ર: યાત) | પૃષા એટલે ખોટી રીતે, મિથ્યા. મિથ્યા નામમાત્રથી કલ્પિત ઘડો (માટીથી જૂદો) ક્યાંથી-કેવી રીતે હોઈ શકે ? (૨૩૦)
અનુવાદ : માટીમાંથી બનેલો ઘડો, બધી જ રીતે, ખરેખર, માટીરૂપ જ હોવાથી, માટીથી ભિન્ન નથી. ઘડાનું રૂપ પણ (ઘડાથી કે માટીથી) અલગ નથી. (માટીમાં) મિથ્યા નામમાત્રથી કલ્પિત એવો ઘડો (માટીથી ભિન્ન) ક્યાંથી હોઈ શકે ? (૨૩)
ટિપ્પણ : વાત તો અહીં પણ, અગાઉની જેમ, બ્રહ્મ અને જગત વચ્ચેનાં “અદ્વૈત'ની જ છે, અને બ્રહ્મ-બ્રહ્માંડ વચ્ચેના અભેદને સમજાવવા, સાબિત કરવા માટે, અહીં માટી (૬) અને ઘડા(:)નું દષ્ટાંત આપવામાં આવ્યું છે.
ઘડો માટીમાંથી બન્યો હોવાથી, માટી એ ઘડાનું “ઉપાદાન કારણ' અને ઘડો એ માટીનું કાર્ય છે (કૃર્યભૂત:). જે “ઉપાદાન કારણ' હોય, તે તેનાં કાર્યમાં સર્વત્ર, સર્વાગ, સાંગોપાંગ ઓતપ્રોત હોય. ઘડાનું રૂપ, એનો આકાર, એનું નામ, – એ બધું ભલે જૂદું હોય, ભિન્ન લાગે, પરંતુ એથી કરીને ઘડાને માટીથી ભિન્ન માની શકાય નહીં. ઘડાનાં અણુ-અણુમાં માત્ર માટી જ છે, એ હકીક્તને કેમ ભૂલી શકાય? ઘડો એટલે જ માટીનું મૂળભૂત રૂપ (મૃત્વમાવા). અરે, ઘડાનું જરા બારીક નિરીક્ષણ તો કરો! સમગ્ર ઘડાની કાયામાં ક્યાંય, ઉપર-નીચે, અંદર-બહાર માટી ન હોય, એવી શક્યતા છે? માટી તો ઘડાનાં અણુઅણુમાં, આંતરબાહ્ય સ્વરૂપમાં સર્વત્ર અનુસ્મૃત છે. ઘડો એટલે સર્વત્ર માટી જ માટી ! “માટી-મય' ! (મૃત્મય)
પરંતુ ઘડો માટીથી જૂદો દેખાય છે, તેનું શું? એનાં નામ-રૂપ-આકાર, આ બધું તો માટીથી ભિન્ન છે, એનો શો ખુલાસો ? વાત તો સાચી છે, પણ અંતે તો એ બધી ખોટી (મૃષા) કલ્પનામાત્ર છે.
વિવેકચૂડામણિ / ૪૨૫