________________
સદા-સર્વદા ‘સાક્ષી’, - એટલે કે જેનાથી બધું અનુભવાય છે (જેન સર્વે અનુકૂયો) અને જે પોતે કોઈના વડે અનુભવાતો નથી (ય: સ્વયં ન અનુમૂર્ત) એવા આત્માને જાણવાનો આદેશ તેને આપ્યો હતો, અને એમાં તેને તેની અતિસૂક્ષ્મ બુદ્ધિ મદદરૂપ બની શકે છે. (૨૧૭)
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૨૧૭)
૨૧૮
असौ स्वसाक्षिको भावो यतः स्वेनानुभूयते ।
अतः परं स्वयं साक्षात् प्रत्यागात्मा न चेतरः ॥ २१८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અસૌ સ્વસાક્ષિકો ભાવો યતઃ સ્વેનાનુભૂયતે ।
અતઃ પરં સ્વયં સાક્ષાત્ પ્રત્યાગાત્મા ન ચેતરઃ ॥ ૨૧૮ ॥
શ્લોકનો ગદ્ય અન્વય ઃ યત: અસૌ સ્વસાક્ષિજો ભાવ: સ્વન અનુભૂયતે, અત: પરં સ્વયં સાક્ષાત્ પ્રત્યાત્મા (સ્તિ), ન ચ તરઃ (અસ્તિ) ॥ ૨૮ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : અતઃ પરં સાક્ષાત્ પ્રત્યમાત્મા (મસ્તિ) । અતઃ એટલે આથી, આ કારણે. પ્રત્યમાત્મા એટલે અંતરાત્મા, દરેક મનુષ્યનો પોતાનો વ્યક્તિગત 'આત્મા (Individual self). આથી, આ પરમતત્ત્વ આત્મા સાક્ષાત્ અંતરાત્મા છે. નવતર (સ્તિ) । ત્ત્તર બીજો, જૂદો, અન્ય. પોતાનાથી, પોતાના અન્તરાત્માથી બીજો કોઈ નથી. આવો નિર્ણય શાના આધારે લેવાયો ?
થત: અસૌ સ્વસાક્ષિજો માવ: સ્વન અનુભૂત્તે । યતઃ એટલે કારણ કે. પેલા ઉપર્યુક્ત નિર્ણયનું કારણ એ છે કે આ આત્મા પોતે જ પોતાનો સાક્ષી છે (સ્વતાશિઃ માવ:) અને પોતાની મેળે જ (અન્ય કોઈ સાક્ષી વિના) અનુભવાય છે (સ્વન અનુસૂયતે ।). આ આત્મા પોતે જ પોતાની ‘સત્તા’(હોવાપણું, Existence)નો સાક્ષી બનીને સ્વાનુભવ કરે છે. (૨૧૮)
અનુવાદ : આ આત્મા પોતે જ પોતાની ‘સત્તા’નો સાક્ષી હોવાથી, પોતાની મેળે જ સ્વાનુભવ કરે છે, તેથી આ પરમતત્ત્વ આત્મા સાક્ષાત્ અંતરાત્મા છે, પોતાનાથી અન્ય કોઈ નહીં. (૨૧૮)
ટિપ્પણ : શિષ્યે ગુરુજી સમક્ષ પોતાની મુંઝવણ વ્યક્ત કરી (શ્લોક-૨૧૪), ત્યારપછી ગુરુજીએ કરેલાં મનઃસમાધાન(શ્લોકો ૨૧૫-૨૧૬-૨૧૭)નાં અનુસંધાનમાં જે ચર્ચા ચાલી છે, તે જ અહીં પણ ચાલુ રહી છે.
‘સાક્ષિ’ એટલે ‘સ+અક્ષિ’. ‘અક્ષિ’ એટલે આંખ, ‘સ+અક્ષિ’ એટલે આંખ સાથેનું, ‘આંખ-સહિતનું”, અને જોનાર પોતાની આંખથી જુએ છે, તેથી ‘સાક્ષિ’ એટલે જોનાર. ગયા શ્લોકમાં એટલું તો સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું જ છે કે આત્મા, જોવાની ક્રિયાનો કર્તા (subject) છે, જોનાર છે, દૃષ્ટા છે, સાક્ષી વિવેકચૂડામણિ / ૪૦૫