________________
મહત્ત્વની વાત એ છે કે શ્રીગુરુજીએ શિષ્યની મુંઝવણનું નિવારણ શી રીતે કર્યું? શિષ્યનાં મનમાં ઊભી થયેલી ગૂંચ ઊકેલવાનું કામ, ખરેખર, ખૂબ અઘરું હતું. પાંચેય કોશોના નિષેધનાં પરિણામે, તેને તો, સર્વના અભાવ સિવાય કશું દેખાતું જ નહોતું. સર્વત્ર, બસ, અભાવ જ હતો અને તે હતો તો આત્મજ્ઞાનાર્થી, આત્મદર્શનાર્થી. કઈ વસ્તુને, આવા સંજોગોમાં, તેણે પોતાના આત્મારૂપે જાણવી? – એની અધીરાઈ તો ક્યાંક, ગમે ત્યાં, કોઈક વસ્તુને પોતાના આત્મારૂપે જોવાજાણવાની હતી.
પરંતુ શ્રીગુરુ પૂરા વિચક્ષણ હતા. અને સાચા ગુરુ તો તે જ, જે શિષ્યનાં મન-હૃદયને અને તેની ભીતરમાંનાં સર્વ સંચલનોને આબાદ પામી જાય. તેથી ગુરુજીએ સૌપ્રથમ તો શિષ્યની વાતને “સાચી' કહી, પરંતુ પછી તરત જ એક સૂક્ષ્મ હકીક્ત તરફ તેમણે શિષ્યનું ધ્યાન ખેંચ્યું : “બેટા ! તું કેમ ભૂલી જાય છે કે અહંકાર વગેરે વિકારો (ાં-બાવિવિI:) પણ તારા પોતાના જ છે, અને તેમનો અભાવ (-અમાવ:) પણ, જેનું ભાન અને દર્શન કરવા તું અધીર અને ઉત્સુક છે તેવા આત્મારૂપે તારામાં છે ? એટલે કે બધાનો નિષેધ કે બાધ કરાતાં પણ, તું જ આત્મસ્વરૂપે અવશિષ્ટ રહે છે, બાકી રહે છે. અને “સત્તા' (અસ્તિત્વ Existence) તો એકમાત્ર આત્માની જ છે અને તે તો તારામાં મોજૂદ જ છે, પછી, આત્મારૂપે, જોવા-જાણવા માટે બીજી કોઈ વસ્તુની, જરૂર જ ક્યાં રહે છે? હકીકત એ છે કે વિકારોના ભાવ અને અભાવ બંનેનું આત્માને જ્ઞાન છે અને આ અંતરાત્મા તો સર્વ દેહોમાં રહેલો જ છે, તેનો અભાવ તો ક્યારેય, દેહના જન્મ પહેલાં કે તેના મરણ પછી, – હોતો જ નથી, થતો જ નથી, એનું અસ્તિત્વ તો એકાલાબાધિત અને શાશ્વત છે. વળી, આત્માની એક વિશિષ્ટતા હંમેશાં લક્ષમાં રાખવી, કે બુદ્ધિથી માંડીને સ્કૂલતમ-સૂક્ષ્મતમ સર્વ પદાર્થો તે(આત્મા)થી અનુભવાય છે (જેન હૈ નમૂને), પરંતુ જે પોતે કોઈથી અનુભવાતો નથી, એટલે કે જે પોતે ક્યાંય-ક્યારેય-કોઈનોયે અનુભવ-વિષય થતો નથી.(વઃ સ્વયે અનુભૂયતે )
“આવો આ આત્મા ભલે સર્વજ્ઞ અને સર્વવિદ્દ (Omniscient) હોય, પણ તું કેમ ભૂલી જાય છે કે તારી પાસે તો અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ છે (સુ-સૂક્ષ્મવૃદ્ધિ). આવા સર્વવિદ્ આત્માને જાણવા માટે તારી આવી અતિસૂક્ષ્મબુદ્ધિ પૂરતી સમર્થ છે. આ જ તારું એક મોટું જમા પાસું (Asset) છે. શ્રુતિએ પણ, તારા જેવા સૂક્ષ્મદષ્ટિથી જોનારાઓ માટે, આ વાતનું સમર્થન, આ રીતે કર્યું જ છે -
તે તું પ્રિયા વુલ્ફયા સૂયા સૂક્ષ્મશિખર I કઠોપનિષદ, ૧,૩,૧૨ જેની બુદ્ધિ આવી એકાગ્ર અને સૂક્ષ્મ હોય, એને ચિંતા કરવાની જરૂર જ નથી, તેઓ અવશ્ય આત્મદર્શન કરી શકે છે.”
આશંકામાં અથડાતા શિષ્યને, શ્રીગુરુજીએ, આ રીતે, સ્વસ્થ અને સુનિશ્ચયવાળો કરી દીધો !
શ્લોકનો છંદ : અનુરુપ (૨૧૫, ૨૧૬)
વિવેકચૂડામણિ / ૪૦૩