________________
સમજણ, એની જ્ઞાનનિષ્ઠા, એની અંતસ્તલસ્પર્શી જિજ્ઞાસાવૃત્તિ વગેરે જોઈને, ખુદ એ મૃત્યુદેવ પણ પ્રસન્ન થઈ ગયા હતા અને તેમણે તેને આપેલાં ત્રણ વરદાનો વિશેની ચર્ચા દરમિયાન, તેમણે આવો હર્ષોલ્ગાર વ્યક્ત કર્યો હતો કે, “હે નચિકેતા! અમને તારા જેવો પૂછનાર શિષ્ય હંમેશાં પ્રાપ્ત થાઓ ' સ્વાદો પૂયાવિત: પૃષ્ઠ | (ત્વા નઃ મૂયાત્ ચિતઃ પૃષ્ઠ II)
(કઠોપનિષદ ૨, ૯) પ્રવર્તમાન શિક્ષણની પરિસ્થિતિમાં, આ પ્રકારની પ્રાચીન ઘટનાની પ્રસ્તુતતા જરા વિચારણીય બની રહે છે !
પ્રશ્નોત્તરીમાં પારંગત એવા શિષ્ય પ્રત્યે ગુરુએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી, તેણે રજુ કરેલી જિજ્ઞાસાવૃત્તિ વિશે પોતાની ગુણજ્ઞતા (Appreciation) દર્શાવી અને શિષ્યને તેના પ્રશ્નો અંગેનું સમાધાન સાવધાન રહીને, સ્વસ્થ બનીને, એકાગ્રભાવે સાંભળવાનું સૂચવ્યું (સાવધાન તત્વ ગુણ )
ગુરુજીને શિષ્યની નિષ્ઠાની તો પ્રતીતિ થઈ, પરંતુ તેમને તરત જ ખ્યાલ આવી ગયો કે શિષ્ય પોતાના પ્રશ્નો વિશે જે કલ્પના કરી છે, તે સાચી અને પ્રમાણભૂત નથી, કારણ કે તે હજુ મોહમાં ડૂબેલો હતો, અને આવી મોહાવસ્થામાં જ, તેણે તે કલ્પના, બ્રાન્તિના પ્રભાવમાં વશ થઈને, કરી હતી. તેથી, સૌપ્રથમ તો, શિષ્યનાં મનમાં રહેલી ભ્રાન્તિ અને મોહિત કલ્પનાને દૂર કરવાનો જરૂરી મુદો તેમણે હાથ ધર્યો છે.
શ્લોકનો છંદ : અનુપ (૧૯૬)
૧૯૭ भ्रान्ति विना त्वसंगस्य निष्क्रियस्य निराकृतेः ।
न घटेतार्थसंबन्धो नभसो नीलतादिवत् ॥ १९७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
ભાનિ વિના ત્વસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતેઃ | ન ઘટેતાર્થસંબન્ધો નભસો નીલતાદિવટુ /૧૯૭ /
શ્લોકનો ગદ્ય અન્વય : માય નિયી નિવૃત્ત. (માત્મનઃ) પ્રાતિ विना, नभसः नीलतादिवत्, अर्थसंबन्धः न घटेत ॥ १९७ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : (માત્મ:) અર્થસંવંધઃ 7 પટેલ ૩ર્થસંબંધ એટલે દુનિયાના કોઈ પણ પદાર્થો સાથેનો સંબંધ. કોનો? માત્મ: - આત્માનો. જગતના કોઈ પણ પદાર્થો સાથેનો આત્માનો સંબંધ હોઈ શકે નહીં, શક્ય ન બને ( દેત ) ક્યા સંજોગોમાં ? ર્તિ વિના – ભ્રમ વિના તો. એટલે કે જો કશી ભાત્તિ હોય તો જ આત્માનો સંબંધ શક્ય બને. કેવો આત્મા ? એનાં ત્રણ વિશેષણો આ પ્રમાણે : (૧) માંડવી - સંગ વિનાનો, કર્મ-ક્રિયા, આકાર-વિકાર
૩૭૨ | વિવેકચૂડામણિ