________________
માટે, સમગ્ર વિષયોને પેદા કરે છે. એ જ (મન), વળી, શરીર-વર્ણો-આશ્રમોજાતિઓ વગેરેના ભેદો પાડે છે અને ગુણ-ક્રિયા-હેતુ-ફલ વગેરેને પણ રોજેરોજ તે જ પેદા કરતું રહે છે. (૧૭૯)
ટિપ્પણ : શ્રુતિઓ અને સર્વ શાસ્ત્રોનાં ચિંતન-મનનના નિષ્કર્ષ સમું એક સનાતન સૂત્ર છે કે આ જગતમાં, મૂળભૂત રૂપે, કશા જ ભેદ નથી : પર્વ પર્વઅદિતીયમ્ બ્રહ્મ એક જ અને “અદ્વિતીય છે. “અદ્વિતીય' એટલે જેને, જેના પછી દ્વિતીય', બીજું કોઈ કશું છે જ નહીં, એવું without a second, lone, Alone, Matchless, Peerless, “અજોડ'. એટલે કે અનેકતા-વિવિધતા અને બધા ભેદો અજ્ઞાન-અવિદ્યાનાં કારણે જ પેદા થયા છે. આ ભેદો કોણે પેદા કર્યા ? આ સવાલનો જવાબ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે. ગ્રન્થકાર કહે છે કે આ સર્વ ભેદો, માત્ર મનના જ છે. સમગ્ર વિષયોને પેદા કરીને, મન, ભોક્તા એવા જીવ સમક્ષ, તે સર્વને અર્પણ કરી દે છે, અને જેવો તે ભોક્તા આ સર્વ વિષયોમાં આસક્ત બને છે, તેવો જ, તેને જ્યાં “એક જ છે, ત્યાં “અનેક'નું, “અભેદ' જ છે ત્યાં “ભેદોનું અને “અદ્વૈત' છે ત્યાં દ્વિત’નું છેતરામણું મિથ્યા દર્શન થાય છે.
અને આવું “મિથ્યા'-દર્શન એ જ “બંધન
સર્વ બંધનનું કારણ માત્ર મન જ છે, - એ પૂર્વોક્ત સિદ્ધાંતની સિદ્ધિ, અહીં, જરા જૂદી રીતે, સંપન્ન કરવામાં આવી છે. આવી રજૂઆતનો હેતુ તો, આ પહેલાં, અનેક રીતે કહેવાયો છે તે જ છે – કે મુમુક્ષુ સાધક મનની આવી અવિશ્વસનીય (Treacherous, Perficious) ફરેબી માયાજાળને બરાબર ઓળખી લે, અને સંપૂર્ણરીતે સ્વસ્થ તથા સાવધ રહીને, એની આવી ભ્રામક પ્રસૂતિ (સૂરે, Creation)થી અળગો રહે. | ઋગ્વદના ઋષિએ તો હજારો વર્ષો પહેલાં, પોતાનાં આર્ષદર્શનનાં પરિણામસ્વરૂપ, આવું વિધાન કર્યું જ હતું કે, સત (સદા-સર્વદા અસ્તિત્વ ધરાવતું, Everexisting એવું બ્રહ્મ) છે તો “એક જ, પરંતુ “વિપ્રો” (જમણે મનની લીલાને પારખી લીધી છે, તેવા મનીષીઓ) તેને “બહુ' (અનેક) રીતે (“વહુધા') વદે છે, વર્ણવે છે, -
एकं सद् विप्रा बहुधा वदन्ति ।
- સાચ-વાપીય સૂm (૧, ૧૬૫, ૪૬) શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭૯)
૧૮૦ असंगचिद्रूपममुं विमोह्य
देहेन्द्रियप्राणगुणैर्निबध्य । . . अहंममेति भ्रमयत्यजत्रं મન સ્વત્વેષ અનોપમુ૬િ . ૨૮૦ છે.
૩૪૪ | વિવેકચૂડામણિ