________________
સદા-સર્વદા અસ્તિત્વ-હયાતી ધરાવે છે, તે કદાપિ સત્ (અસ્તિત્વ-વિહોણો ) Non-existent હોતો નથી, અને (૨) બીજું કારણ એ છે કે સ્કૂલ દેહ અને તેની સાથે સંકળાયેલાં સર્વ ધર્મો, પ્રક્રિયાઓ અને પરિસ્થિતિઓનો તે (આત્મા) “સાક્ષી છે. કોર્ટમાં કોઈ આરોપીના સાક્ષી (witness) તરીકે ઉપસ્થિત રહેનાર વ્યક્તિ પેલા આરોપી કરતાં જુદી જ હોય; આરોપી “સાક્ષ્ય છે, જ્યારે આ વ્યક્તિ તો સાક્ષી છે; સાક્ષી અને સાક્ષ્ય કદી એક હોઈ શકે જ નહીં. અહીં, પ્રસ્તુત સંદર્ભમાં સ્કૂલ દેહ અને એની સાથે સંલગ્ન સર્વ બાબતો “સાક્ષ્ય' છે, જ્યારે આત્મા તો “સાક્ષી છે. સ્થૂલ દેહ સાથે સંકળાયેલી બાબતો શી શી છે, કઈ કઈ છે? હૃ-ત-ધર્મ-તત્ત-(વે)-ત૬-(૨)-અવસ્થા-દિક્ષM: (માત્મનઃ) | “સાક્ષી રહેલા માત્મા શબ્દનું આ વિશેષણ છે : દેહના ધર્મો, આટલા : જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, જાડાપણું, દૂબળાપણું વગેરે વિકારો. તેનાં કર્મો, આટલાં : જોવું, સાંભળવું, સુંઘવું, ચાખવું, સ્પર્શવું, ખાવું, પીવું, બેસવું, ચાલવું, ઊંઘવું, જાગવું, પચાવવું, મળમૂત્ર-વિસર્જન વગેરે. દેહની અવસ્થાઓ તો જાણીતી, નક્કી થયેલી આ ત્રણ છે જ : જાગ્રત, સ્વમ અને સુષુપ્તિ. સ્થૂલ દેહ અને એનાં સર્વ ધર્મો, કર્મો, અવસ્થાઓને, આત્મા તો, સાક્ષીભાવે, તે સહુથી જુદો (પૃથક) રહીને, જોયા કરે છે. (૧૫૯)
અનુવાદ: સ્થલ દેહ, તેના ધર્મો, તેનાં કર્મો અને તેની અવસ્થાઓને સાક્ષીભાવે જોનાર અને સસ્વરૂપ એવા આત્માનું તેનાથી (એટલે કે દેહથી) જૂદાપણું આપોઆપ સિદ્ધ થાય છે. (૧૫૯)
ટિપ્પણ : આ પહેલાંના શ્લોકોમાં, પૂલ દેહ તે આત્મા નથી, તે બંને વચ્ચે ઐક્ય કે તાદાભ્ય ન હોઈ શકે, એ રીતે નિરૂપણ કરવામાં આવ્યું.
પરંતુ કોઈક શંકાકાર પૂર્વપક્ષ એમ પૂછે કે - “ઠીક છે, આ તો જાણું, પણ આત્મા દેહથી જૂદો (વિસ્તક્ષા) છે, એ કેવી રીતે ? આત્માનાં, દેહથી જૂદાપણાંનાં કારણો તો જરા દર્શાવો !”
આવા પૂર્વપક્ષને, અહીં, સિદ્ધાંતપક્ષે, મૂંગો કરી દે એવો જડબાતોડ જવાબ આપ્યો છે : “ભલા માણસ, તારામાં તો કોઈ “સામાન્ય બુદ્ધિ (Common sense) પણ જણાતી નથી! કોર્ટમાંનો “સાક્ષી'(witness) એક બાજુ, ન્યાયાધીશ(Judge) અથવા વકીલ(Pleader)ની સામે ઊભો હોય છે, જ્યારે પેલો આરોપી(Accused) તો આરોપીનાં પિંજરામાં ઊભો હોય છે! એ બંને, એટલે કે સાક્ષી અને સાક્ય (આરોપી), કદી એક જ વ્યક્તિ હોઈ શકે? એ જ રીતે, અહીં, સદા-સર્વદા-સતત સસ્વરૂપ એવો આત્મા પણ, સર્વવ્યાપી (Omni-present) હોવાથી, મર્ય અને વિનશ્વર (Mortal) એવા સ્થૂલ દેહને, તેનાં અનેક વિવિધ ધર્મો-કર્મો, અવસ્થાઓને, તેનાથી સાવ અલગ-ભિન્ન-ન્યારો-વિલક્ષણ રહીને,
વિવેકચૂડામણિ | ૩૦૯