________________
એક પછી એક, ક્રમિક, ઉત્તરોત્તર સિદ્ધિઓનું નિરૂપણ આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. તેમાં જે અંતિમ અને અત્યંત મહત્ત્વની વાત છે તે, શ્રુતિ-પ્રમાણમાંનો તેનો, સાધકનો વિશ્વાસ છે.
પ્રમાણોની આ વાત જરા સમજવા જેવી છે. કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિ માટે, ન્યાય-વૈશેષિક દર્શનોમાં, એની પ્રમાણભૂતતા(Authority, Authorisation)ની ચર્ચા કરવામાં આવી છે.
અહીં મૂળ અને મુખ્ય મુદ્દો આત્માનાં જ્ઞાનનો છે. આવું જ્ઞાન મળે ત્યારે, એને ચકાસવાની જરૂર છે કે તે જ્ઞાન, એ સાચું જ્ઞાન છે ?
પરંતુ આની સાબિતી શી ? એની ચકાસણી (Scrutiny) કરવી કેવી રીતે ? આવી સાબિતી માટે, ચકાસણી માટે, પરીક્ષા માટે, દર્શનશાસ્ત્રમાં ચાર ‘પ્રમાણો' આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યાં છે :
પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ અથવા શ્રુતિ
(૧) પ્રત્યક્ષ પ્રમાણ : ‘હું થડો જોઉં છું (અહં પરં પશ્યામિ)' । એમ કોઈ કહે તો, ઘડા વિશેનું એનું જ્ઞાન સાચું, અસંદિગ્ધ અને સચોટ એટલા માટે બને છે કે ઘડો એની સામે જ છે, અને જોવા માટેની એની જ્ઞાનેન્દ્રિય એટલે કે આંખ ઘડા સાથે જોડાયેલી છે. ઘટ-જ્ઞાનની પ્રમાણભૂતતા માટેનું આ પ્રમાણ એટલે પ્રત્યક્ષ પ્રમાણ.
(૨) અનુમાન-પ્રમાણ : ‘આ પર્વત પર અગ્નિ છે’ (અવં પર્વત: વૃદ્ઘિમાન) એમ કોઈ કહે તો આપણે તેને તરત પૂછીએ કે ‘ભાઈ, ત્યાં અગ્નિ તો દેખાતો નથી, તું શાના આધારે કહી શકે છે કે ત્યાં અગ્નિ છે ?' એટલે પેલો તરત જવાબ આપે કે ‘ત્યાં ધૂમાડો દેખાય છે, તેથી' (ધૂમવત્ત્તાત્). પરંતુ, આપણે કહીએ કે, તેથી શું ? એ તો ધૂમાડો છે, અગ્નિ થોડો છે ? એટલે પેલો જણ અગ્નિ બાબતનાં પોતાનાં જ્ઞાનની પ્રમાણભૂતતા માટે તરત એવી એક ‘વ્યાપ્તિ’ (Invariable Concomitance) રજુ કરશે કે - ‘જ્યાં જ્યાં ધૂમાડો હોય, ત્યાં ત્યાં અગ્નિ હોવો જ જોઈએ (યંત્ર યંત્ર ધૂમઃ, તત્ર તત્ર વહ્નિ અવશ્યમેવ અસ્તિ। ). અને વાત તો વૈજ્ઞાનિક રીતે સાચી, વિજ્ઞાનસિદ્ધ છે કે અગ્નિ ન હોય તો ધૂમાડો શક્ય નથી, અગ્નિ વિના ધૂમાડાનો સંભવ જ નથી.
ટૂંકમાં, પેલા પર્વત પર અગ્નિ, પ્રત્યક્ષ રીતે દેખાતો ન્હોતો તે છતાં, ધૂમાડાની હાજરીને કારણે, ત્યાં અગ્નિ હોવાની વાત પ્રમાણભૂત બની.
અગ્નિનાં જ્ઞાનનું આ પ્રમાણ એટલે અનુમાન પ્રમાણ.
(૩) ઉપમાન પ્રમાણ : ગવય-નામનું પશુ અહીં ક્યાંય જોવા મળતું નથી, તે માત્ર હિમાલય પ્રદેશમાં જ રહે છે. માટે હિમાલયની યાત્રાએ જવાનું નક્કી થતાં, હિમાલયની યાત્રાએ જઈ આવેલા અને ગવય પશુને જોઈ આવેલા મિત્રને મેં પૂછ્યું કે ‘ભાઈ, મારે ગવયને જોવું છે, - એ કેવું હોય છે ?' તેણે જવાબ આપ્યો કે જેવી ગાય, એવું જ ગવય' (નો-શ: વય:). મેં હિમાલય પ્રદેશમાં પહોંચીને, વિવેકચૂડામણિ / ૨૯૫