________________
શબ્દાર્થ :- આખા શ્લોકમાં યથા-તથા (જેમ-તેમ, જેવી રીતે, તેવી રીતે) એવા સરખામણી(comparison)ના શબ્દોને પ્રયોજીને, ગ્રંથકારે, અહીં, આત્મામાંથી જ ઉત્પન્ન થયેલા (જન્મેલા) અહંકારની, પોતાના જનક(Creator)ને જ ઢાંકી દેવાની, તિરોધાન-શક્તિની, અને ત્યારપછી, તેના જ, આત્માના જ સ્થાને, ચડી બેસવાની વિસ્મયકારક કુટેવની કથા કહી છે !
આ અહંકાર (અહંકૃતિઃ) કેવો છે ? માત્મા–લિત, આત્મામાંથી પ્રગટેલો, જન્મેલો, ઉત્પન્ન થયેલો. તે સૌપ્રથમ શું કરે છે ? સાતત્ત્વ વિરોધાય એ જ આત્મતત્વનું “તિરોધાન' કરે છે, તેને ઢાંકી દે છે, તેનું આવરણ કરે છે. અને ત્યારપછી તે શું કરે છે? (સ: તત્ર પવ, અર્થાત માત્માને) સ્વયં વિગતે. વિ+કૃમ્ એટલે પ્રગટવું, પ્રદર્શિત થવું, પ્રતીત થવું, દેખાવું, To display to appear, to exhibit, to manifest, - એવા અર્થવાળા ધાતુનું વર્તમાનકાળ. ત્રીજો પુરુષ એકવચનનું રૂપ, વિકૃત, પ્રતીત થાય છે, રજુ કરે છે, દેખાય છે, એટલે કે તે (અહંકાર) ત્યાં જ, પોતાના સર્જક એવા આત્માનાં સ્થાને જ, પોતે જ, પોતાને, પ્રતીત કરે દે છેપોતાના પિતાને અદશ્ય કરીને, અનાવૃત કરીને, પુત્ર પોતે જ, પિતાના સ્થાને, પ્રગટ થઈ જાય છે!
આવી ઘટના કોના જેવી છે, કોનું સ્મરણ કરાવે છે?
કુદરત(પ્રકૃતિ-Nature)નાં ક્ષેત્રમાં ઘટી રહેતી એ ઘટના (Phenomenon) આ પ્રમાણે છે : પાનુમાસાત્ બનિતા ગપ્ર0િ. પાનું વિરોધાય (સ્વય) વિકૃતે | જાનુ એટલે સૂર્ય, પ્રમાણ એટલે તેજ, તાપ, ગરમી, વનિતા ઉત્પન્ન થયેલી. પ્ર$િ એટલે વાદળોની હારમાળા, પાનું વિધાય – એ જ સૂર્યને ઢાંકી દઈને, (સ્વ) વિકૃમતે – પોતે જ દેખાવા લાગે છે. સૂર્યની ગરમી ઉનાળામાં, પાણીની વરાળ થાય છે, evaporates, અને પછી એ વરાળમાંથી જ વાદળોની હારમાળા, આકાશમાં ઉત્પન્ન થાય છે. આમ, સૂર્યમાંથી, તેના તાપમાંથી સર્જાયેલાં આ વાદળાં, તેના પોતાના ઉત્પાદક એવા સૂર્યને પોતાના વડે, ઢાંકી દે છે, અને પછી, સૂર્ય દેખાતો બંધ થઈ થઈ જાય ત્યારે, તે જ ઠેકાણે, આ વાદળાં, પોતાને જ પ્રદર્શિત કરી રહે છે ! સૂર્ય તો ક્યાંય દેખાતો જ નથી, - દેખાય છે, કેવળ વાદળાં ! (૧૪૪)
અનુવાદ – સૂર્યના તાપમાંથી ઉત્પન્ન થયેલી મેઘ-હારમાળા જેમ સૂર્યને ઢાંકી દઈને, પોતે જ દેખાયા કરે છે તેમ, આત્મામાંથી જન્મેલો અહંકાર, આત્મતત્ત્વને ઢાંકી દઈને, પોતે જ પ્રતીત થતો રહે છે. (૧૪૪)
ટિપ્પણ – ગ્રીષ્મઋતુમાં, વૈશાખ-જેઠ મહિનાઓ દરમિયાન, સૂર્યના પ્રખર તાપનાં કારણે, સમુદ્ર સુદ્ધાં સર્વ જળાશયોનાં જળનું બાષ્પીભવન (Evaporation) થાય છે, એની વરાળમાંથી વાદળાં બંધાય છે. ચોમાસાનાં આકાશમાં સૂર્ય નથી હોતો એમ નહીં, હોય જ છે, પરંતુ ઘન-ઘટાની પાછળ તે ઢંકાઈ ગયો હોય છે,
૨૮૨ | વિવેકચૂડામણિ