________________
અનેક. અનેક પ્રકારની ધી, એટલે બુદ્ધિ, પિય: નાના-અવસ્થા: સ્વયં અમિનયન – બુદ્ધિની વિવિધ અવસ્થાઓને પોતાની માનીને, પોતાની માનવા માંડે છે. બુદ્ધિની વિવિધ અવસ્થાઓ કઈ ? કર્તૃત્વ-ભોક્તત્વરૂપી ખોટા તાદાત્મ્યથી ઉત્પન્ન થયેલી અવસ્થાઓ. બુદ્ધિના ગુણો સાથે તે તદાકાર-એકાકાર થઈ જાય, એટલે, સ્વાભાવિક રીતે જ, તેને પોતાની માનીને તે વર્તવાનું શરૂ કરે, તેથી તે પોતે જ તેનો કર્તા છે, ભોક્તા છે, એ પ્રકારનું બુદ્ધિ સાથેનું તેનું ખોટું તાદાત્મ્ય-ઐક્ય (Identification) સર્જાય અને એનાં કારણે ઉત્પન્ન થયેલી પેલી કતૃત્વભોતૃત્વની વિવિધ અવસ્થાઓને પોતાની માનીને—સમજીને, તે વર્તવા માંડે છે (સ્વયં અમિનયન). આનાં પરિણામે, તે પેલા અપાર સાગરમાં નીચે-ઉપર, અંદર-બહાર ડૂબકાં ખાવા માંડે છે (નિમખ્યસન્મ). ત્તિ એટલે નીચે, અને ત્ (૩) એટલે ઉપર, મન્ એટલે ન્હાવું, ડૂબકી ખાવી, પાણીમાં પડવું, - એ ધાતુને આગળ નિ અને ત્ (૩) એવા બે ઉપસર્ગો લગાડ્યા પછીનું સંબંધક ભૂતકૃદંતનું રૂપ - નિમખ્ય અને ઉન્મળ્યું. જેની પરિસ્થિતિ આવી હોય, એની ગતિ તો પછી ન્રુત્સિત જ બની જાય ને ! અને પછી તો એનાં એવાં દુર્ભાગ્યમાં, એને સતત ભટક્યા કરવાનું, ભમ્યા કરવાનું, અથડ઼ાવા-ફૂટાવાનું જ રહેને ! (શ્રમતિ) (૧૪૩)
:
અનુવાદ – (રજોગુણની વિક્ષેપ’-શક્તિના પ્રભાવ તળે આવેલો) આ દુર્બુદ્ધિ (સાધક) મહામોહરૂપી મગરોનો ગ્રાસ બનતાં, આત્મજ્ઞાનરહિત બની જાય છે, તથા તે(બુદ્ધિ)ના ગુણોમાં એકાકાર બની જઈને, બુદ્ધિની વિવિધ અવસ્થાઓને પોતાની સમજીને વર્તી રહેલો તે, હીન ગતિ પામીને, વિષયવાસનાઓનાં વિષથી ભરેલા સંસારરૂપી અપાર સમુદ્રમાં નીચે-ઉપર ડૂબકાં ખાતો ખાતો ભટક્યા કરે છે. (૧૪૩)
ટિપ્પણ – તમોગુણ અને રજોગુણની, અનુક્રમે, ‘આવરણ’-શક્તિ અને ‘વિક્ષેપ’-શક્તિના અનર્થકારક પ્રભાવને સવિસ્તર નિરૂપીને, સદ્ગુરુએ, મોક્ષાર્થી સાધકને સમયસર સાવધ રહેવાની ચેતવણી તો આપી જ હતી, તે છતાં આ સાધક-મહાશય ગાફેલ રહ્યા અને પેલી બે શક્તિઓનાં વિનાશક આક્રમણોનો ભોગ (Victim) બની ગયા !
અને, પછી તો, બનવાનું હતું તે જ બનેને ! તમોગુણ વડે વિમૂઢ થઈ ગયેલા તેના આત્માને આવરણશક્તિએ ઢાંકી દીધો, તેનામાં ઉપર્યુક્ત ‘અધ્યાસ’ એટલે કે ‘અ-તસ્મિન્ તપ્-બુદ્ધિઃ' ઉત્પન્ન થઈ, તે વિવેકબુદ્ધિ વિનાનો બની ગયો, આવા અમાનાં પરિણામે, અત્યંત નિર્મળ એવા તેજવાળો તેનો આત્મા તિરોભૂત’ થઈ ગયો, અનાત્મા એવા શરીરને, મોહના પ્રભાવ નીચે, તે, ‘હું છું’ એમ સમજી બેઠો, અને આટલું દુર્ભાગ્ય ઓછું હોય તેમ, રજોગુણની પ્રચંડ વિક્ષેપ-શક્તિએ તેને એવો હેરાન—પરેશાન કરવા માંડ્યો કે અંતે, વિષયવાસનાઓનાં વિષથી ભરપૂર ૨૮૦ | વિવેકચૂડામણિ