________________
શ્લોકનો ગદ્ય અન્વય :– અત્ર અનાત્મનિ‘અહં’કૃતિ મતિ:, અસ્ય પુંસ: अज्ञानात् जननमरणक्लेशसंपातहेतुः प्राप्तः एषः बन्धः (अस्ति), येन एव अयं (નીવ: નીવાત્મા) તું અસત્ વપુઃ સત્યં કૃતિ (મત્લા) આત્મનુયા, તમિ: જોશત્, વિષયૈ: પુષ્પત્તિ ક્ષતિ અતિ (F) · II ૧૩૬ ॥
શબ્દાર્થ :- અન્ન અહીં, એટલે ક્યાં ? અનાત્મનિ - અનાત્મામાં, આત્મા નથી એવા, અનાત્મરૂપ દેહ વગેરે વસ્તુઓમાં, ‘અહંકૃતિ મતિ: ‘હું' એવી બુદ્ધિ હોવી, એ જ, આવી સમજ-માન્યતા હોવી એ જ. એ જ શું છે ? અસ્ય પુંસ પ્રાત: ણ: વન્ધઃ । પુંસઃ એટલે પુરુષ માટે, એટલે કે મનુષ્ય માટે, આ મનુષ્યને પ્રાપ્ત થયેલું આ બંધન છે. આવું શાનાં કારણે ? - અજ્ઞાનાત્ - અજ્ઞાનથી, અજ્ઞાનને લીધે, એ કારણે. અને બીજું શું છે ? નનન-મળ-જ્ઞેશ-સંપાતહેતુ: (મસ્તિ) નનન એટલે જન્મ, જન્મ-મરણ વગેરે ફ્લેશોનાં કારણરૂપ (બંધન) છે. આને લીધે જીવાત્મા માટે કઈ-શી તકલીફ ઊભી થાય છે ? ચેન વ્ આને લીધે જ, આ જ કારણે, તું અસત્ વપુઃ સત્ય કૃતિ માત્મવુા (મા) આ અસત્ય-ખોટું, મિથ્યાભૂત શરીરને પોતાની બુદ્ધિથી સત્ય-સાચું માનીને. સ્વ-સ્વરૂપ સમજીને, અયં (નીવાત્મા) આ જીવાત્મા, એ શું કરે છે ? એ જ શરીરને (વપુઃ) પુતિ પોષે છે, એનું પોષણ કરે છે, ક્ષતિ – સજાવે છે, શણગારે છે, શોભાયમાન કરે છે, અતિ સાચવે છે, રક્ષે છે, એને રક્ષણ આપે છે, એની સાર-સંભાળ લે છે. આવું બધું તે શાની મદદથી કરે છે ? વિષયૈ: વિષયો વડે, વિષયવાસનાઓ વડે; આવું બધું તે કોની જેમ કરે છે ? જોશ દ્-વત્ કોશેટો બનાવનાર રેશમનો કીડો, જેમ, કોશને કરે છે તેમ. એ કીડો આ બધી ક્રિયાઓ કોની સહાયથી કરે છે ? તનુમિ: તાંતણાંઓ-તત્તુઓ વડે. (૧૩૯)
-
-
-
-
અનુવાદ :← અહીં, અનાત્મ-રૂપ એવી દેહ-વગેરે વસ્તુઓમાં, ‘હું' એવી બુદ્ધિ (સમજ) હોવી તે, આ મનુષ્ય માટે, અજ્ઞાનથી પ્રાપ્ત થયેલું બંધન છે અને (તે જ) જન્મ-મરણ વગેરે ક્લેશોનું કારણ છે, જેનાથી જ, આ મિથ્યાભૂત શરીરને પોતાની બુદ્ધિથી સત્ય અને સ્વ-સ્વરૂપ માનીને, રેશમનો કીડો જેમ પોતાના કોશને તાંતણાઓ વડે કરે તેમ, આ (જીવાત્મા) શરીરને વિષયવાસનાઓ વડે પોષે છે, સજાવે છે અને સાચવે છે. (૧૩૯)
ટિપ્પણ :– પરમાત્માનાં સ્વરૂપને સ્પષ્ટ અને સવિસ્તર સમજાવીને-નિરૂપીને (શ્લોકો ૧૨૭થી ૧૩૭), આચાર્યશ્રીએ, સાધક-મુમુક્ષુને એના દ્વારા, જીવનપ્રયોજનને, એટલે કે મોક્ષપ્રાપ્તિને સંપન્ન કરવા સુધીના આદેશો-ઉપદેશો આપ્યા. પરંતુ મુક્તિનો એ ઉપાસક, ‘મુક્તિ’ને જોખમમાં મૂકનાર એવાં ‘બંધન’ને, એનાં સાચાં સ્વરૂપને અને એના મૂળભૂત કારણોને સંપૂર્ણરીતે આત્મસાત્ (Imbibe) ન કરે તો, મુક્તિ–પ્રાપ્તિની દિશામાં તેણે કરેલો સઘળો પુરુષાર્થ નિષ્ફળ બની રહે. એટલે, અહીંથી, થોડા શ્લોકોમાં, ગુરુજી, જરૂરી ચેતવણી આપીને, શિષ્યને, સસારમાંનાં આ ‘બંધન'થી સદા અળગા રહેવાની સમુચિત ભૂમિકા બાંધી આપે છે. ૨૭૦ / વિવેકચૂડામણિ