________________
આવ્યું છે, એટલું જ નહીં પણ, ૧૭મા અને ૧૮મા, - એ બે અધ્યાયોમાં શ્રદ્ધા, યજ્ઞ, તપ, દાન, ત્યાગ, જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ, સુખ, - વગેરેના સાત્ત્વિકરાજસ-તામસ, - એવા, આ ગુણત્રય પર આધારિત, ત્રણ-ત્રણ ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૦૬)
૧૦૭
विषयाणामानुकूल्ये सुखी दुःखी विपर्यये ।
सुखं दुःखं च तद्धर्मः सदानन्दस्य नात्मनः ॥ १०७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
વિષયાણામાનુકૂલ્યે સુખી દુ:ખી વિપર્યયે ।
સુખ દુઃખ ચ તદ્ધર્મઃ સદાનન્દસ્ય નાત્મનઃ ॥ ૧૦૭ ॥ શ્લોકનો ગદ્ય અન્વય ઃ— (સ: ગા:) વિષયાળાં આનુલ્યે સુણી, વિપર્યયે (તુ) દુ:ણી (મતિ); સુવું કુત્તું ૨ તદ્ધર્મ:, સવ-મનસ્ય આત્મનઃ 7 (đ:)
|| ૨૦૭ ||
શબ્દાર્થ :- સઃ અનંા વિષયાળાં મનુલ્યે પુત્તી (મતિ) । આનુત્ય એટલે અનુકૂળતા; વિષયોની અનુકૂળતા હોય ત્યારે, એટલે કે જ્યારે તેને અનુકૂળમનગમતા વિષયો મળે, આ પ્રકારની મનપસંદ વિષયવાસનાઓનો ઉપભોગ કરવાની પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે, તે સુખી થાય છે; વિપર્યયે એટલે કે પ્રતિકૂળતામાં, વિષયો પ્રતિકૂળ હોય ત્યારે, તે દુઃખી થાય છે. આનું કારણ એ છે કે સુખ અને દુઃખ, એ બે તેના, - એટલે કે, - અહંકારના ધર્મ(તર્મ) છે. આત્મા તો, સદા-સર્વદા, આનંદસ્વરૂપ જ છે, તેથી આ સુખ અને દુઃખ સાથે આત્માને કશો જ સંબંધ નથી : સુવું = 3:હું સવા-બનસ્વરૂપસ્ય આત્મન: ધર્મોં ન સ્તઃ । આત્માના આવા કોઈ દુન્યવી-સાંસારિક ધર્મો હોતા જ નથી, હોઈ શકે જ નહીં; આત્મા તો તેનાથી, - આવા ધર્મોથી સતત પર જ, આળગો જ છે. (૧૦૭)
અનુવાદ :— (આ અહંકાર) અનુકૂળ વિષયો મળે ત્યારે સુખી અને પ્રતિકૂળ (વિષયો) મળે ત્યારે, દુઃખી થાય છે; (કારણ કે) સુખ અને દુઃખ એ(અહંકાર)ના ધર્મો છે, સદા-આનંદ-સ્વરૂપ (એવા) આત્માના નહીં. (૧૦૭)
=
કે
ટિપ્પણ :– ઉપર્યુક્ત અહંકારની એક લાક્ષણિકતાની અહીં ગ્રંથકારે વાત કરી છે : જીવાત્માની જાગ્રત્ અને સ્વપ્ર, એ બે અવસ્થાઓ દરમિયાન, અનુકૂળ પ્રતિકૂળ વિષય-વાસનાઓના સંપર્કમાં આવતાં, આ અહંકાર, અનુક્રમે, સુખી કે દુ:ખી થાય છે; પરંતુ આવા સંજોગોમાં જો સમુચિત વિવેકબુદ્ધિ (Sense of discretion) જાળવવામાં ન આવે તો, અહંકારના જ, એવા સુખ-દુઃખના ધર્મોને ૨૦૬ | વિવેકચૂડામણિ