________________
શ્લોકનો ગદ્ય અન્વય – કૃy, - ફર્વ સૂક્ષ્માિં સિંશરીર તુ અપવીતમૂતસંપર્વ (તિ); (7) સવાસ () નાનુભાવ (મતિ); (ા વ) સ્વ-અજ્ઞાનત: ગાત્મ: અનાદિ ઉપાધ: (પ્તિ) ૨૬ /
શબ્દાર્થ :- સદ્ગુરુ શિષ્યને કહે છે : કુણુ - સાંભળ. તેને શું સાંભળવાનું છે ? “સૂક્ષ્મ-શરીર”ની ચર્ચા ચાલી રહી છે, એ અનુસંધાનમાં, આ “સૂક્ષ્મ શરીર” વિશે ગુરુજી શિષ્યને આ પ્રમાણે ત્રણ વાત કહે છે : (૧) ઢું શરીર સૂક્ષ્મવંશિત લિ (પ્તિ) | - જેને “લિંગ'-શરીર કેહવામાં આવે છે કે, આ સૂફમ-નામનું, -એ સંજ્ઞાવાળું (‘સજ્ઞા - એટલે નામ, સંજ્ઞા, સિતમ), - આ શરીર. શામાંથી ઉત્પન્ન થયું છે, પેદા થયું છે? જખ્યું છે (સંભવમ્)? પૂતસંવમ્ - પાંચ મહાભૂતોમાંથી. પૃથ્વી, જળ, તેજ(અગ્નિ), વાયુ અને આકાશ, - આ પાંચ મહાભૂતો, - તેમાંથી. પરંતુ આ સંદર્ભમાં એક હકીકત ખાસ યાદ રાખવાની છે, અને તે એ કે જેમાંથી લિંગ શરીર ઉત્પન્ન થાય છે, તે આ પાંચ મહાભૂતો, પંચીકરણ થયા પહેલાંનાં, એટલે કે પંચીકરણ થવાનાં પરિણામે, એ પાંચ “સ્થૂલ બન્યા તે પહેલાંનાં, એમનાં ‘તસ્નાત્રા'-સ્વરૂપનાં સૂક્ષ્મ સ્વરૂપમાંથી આ સૂક્ષ્મ શરીર જન્મે છે. શબ્દ-સ્પર્શ-રૂપરસ-ગંધ, આ પાંચ “તન્માત્રાઓ એટલે જ “અ-પંચીકત' પાંચ મહાભૂતો. (૨) આ સુમ શરીર વિશે નોંધપાત્ર બીજી વાત એ છે કે મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે, જીવન દરમિયાન અતૃપ્ત રહેલી તેની સારી-નરસી સર્વ વાસનાઓ, ભવિષ્યમાં થનારી તૃપ્તિ માટે, એનો જીવાત્મા, આ સૂક્ષ્મ શરીર સાથે રહીને(સ-વાસન), આગળની યોનિઓ કે હવે પછીના તેના “લોક' તરફ પ્રયાણ કરે છે, એટલું જ નહીં પરંતુ જીવન દરમિયાન, જીવે આચરેલાં પાપ-પુણ્ય વગેરે કર્મોનાં ફળ, અનુભવ વગેરે પણ આ સૂક્ષ્મ શરીર જ કરાવે છે (કર્મ-પત્ત-અનુમાવલં). (૩) આ સૂક્ષ્મ શરીર વિશેની ત્રીજી અને છેલ્લી વાત : જ્યાં સુધી જીવને પોતાનાં મૂળભૂત આત્મસ્વરૂપનું જ્ઞાન ન થાય, એટલે કે એનું એ અજ્ઞાન ચાલુ રહે ત્યાં સુધી, એ અજ્ઞાનનાં કારણે જ (અજ્ઞાનત:), આ સૂક્ષ્મ શરીર, મનુષ્યના આત્માની “ઉપાધિ બની રહે છે, અને આત્મજ્ઞાન થાય ત્યાં સુધી આ “ઉપાધિ ચાલુ રહેતી હોવાથી, આ “ઉપાધિ” “અનાદિ બની રહે છે. - આ ઉપાધિ શબ્દ, તત્ત્વજ્ઞાનની ચર્ચામાંનો એક પારિભાષિક(Technical) શબ્દ છે. એની સમજુતી આ પ્રમાણે છે : “ઉપાધિ” એટલે તે, - જે, કોઈ પણ બીજી વસ્તુને, પોતાના સંસર્ગ - સંપર્કનાં પરિણામે, પોતાના જેવી બનાવી દે, તે વસ્તુ પર પોતાના (આકાર, રૂપ, રંગ વગેરે) ગુણધર્મોનું આરોપણ કરે, એનું સંપૂર્ણ પરિવર્તન કરી નાખે. આવું પરિવર્તન કરનાર પદાર્થને, પેલી મૂળ વસ્તુની ઉપાધિ' કહેવામાં આવે છે. એક ઉદાહરણથી આ પ્રક્રિયા સમજાશે : લાલ રંગના કાચવાળા પ્યાલામાં દૂધ રાખવામાં આવે ત્યારે, મૂળ સફેદ રંગનું દૂધ લાલ-રંગવાળું
વિવેકચૂડામણિ | ૧૯૩ ફર્મા- ૧૩