________________
શબ્દાર્થ - યોગ – મહામુનિ પતંજલિએ નિરૂપેલું યોગદર્શન અને એમાં દર્શાવેલી અનેક યૌગિક ક્રિયાઓ, સાંશ્ચ - કપિલ-મુનિ-પ્રણીત સાંખ્ય-દર્શન અને એમાં નિરૂપિત પુરુષ અને પ્રકૃતિનું દ્વત, વર્ગ - જૈમિનિ-ઋષિએ નિરૂપેલું પૂર્વમીમાંસા- દર્શન અને એમાં વિહિત કરવામાં આવેલી વૈદિક કર્મકાંડની પ્રક્રિયાઓ, વિદ્યા ઉપનિષદો વગેરે શ્રુતિ-ગ્રંથોમાં અને બાદરાયણનાં બ્રહ્મસૂત્રોમાં નિરૂપિત ‘ઉપાસના' અથવા ધ્યાન'. ઘઉં-ગાત્મા-પુત્વ-વોધ - બ્રહ્મ અને આત્મા, એટલે પરમાત્મા અને જીવાત્મા, એ બંનેનું ત્વ, એટલે એ બંનેની એકતા, એ બંને વચ્ચે સંપૂર્ણ અભેદ, - ટૂંકમાં, એ બંને જુદા નહીં પણ એક જ છે, એવું જ્ઞાન, એવી સમજણ (વોંધ:). મોક્ષ: સિદ્ધતિ - મોક્ષ સિદ્ધ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે, અન્યથા ( સિદ્ધતિ) નહીંતર, એટલે કે બીજા કોઈ ઉપાયો વડે, બીજી કોઈ રીતે, મોક્ષ સિદ્ધ થતો નથી. (૫૮)
અનુવાદ – ન યોગથી, ન સાંખ્યથી, ન કર્મથી કે ન વિદ્યા(એટલે કે ઉપાસના)થી, – મોક્ષ સિદ્ધ થતો નથી. (મોક્ષ તો, માત્ર) બ્રહ્મ અને આત્માની એકતાના જ્ઞાન વડે (જ) સિદ્ધ થાય છે, બીજા કોઈ ઉપાયો વડે નહીં.
ટિપ્પણ – પ્રાચીન ભારતીય તત્ત્વચિંતનની પરંપરામાં, સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા અથવા વેદાન્ત - એવાં “દર્શનો' (six systems of Indian philosophy) માન્ય થયાં છે, એમાંના ત્રણ(સાંખ્ય, યોગ કર્મ એટલે પૂર્વમીમાંસા)‘દર્શનોનો અહીં ઉલ્લેખ છે.
મૂળ મુદ્દો મોક્ષપ્રાપ્તિનો છે અને શિષ્ય એ વિશેનાં માર્ગદર્શન માટે જ ગુર પાસે આવ્યો છે.
આ પહેલાંના થોડા શ્લોકોમાં, ગુરુજીએ, ભિન્ન ભિન્ન થોડાં ઉદાહરણો આપીને, આ અનુસંધાનમાં, સાધકના સંનિષ્ઠ સ્વયં-પુરુષાર્થ પર ખૂબ ભાર મૂકીને, શિષ્યને એનું મહત્ત્વ સમજાવ્યું છે.
હવે, અહીં તો, તેઓશ્રીએ પાયાની વાત જ જણાવી દીધી છે કે જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનાં સંપૂર્ણ અભેદ-અદ્વૈતનાં જ્ઞાનથી જ, માત્ર એના વડે જ, મોક્ષ સિદ્ધ થઈ શકે, એના સિવાયનો બીજો કોઈ ઉપાય એમાં ચાલે જ નહીં !
એમ કેમ ?
આના જવાબમાં તેઓશ્રીએ, શ્લોકની પ્રથમ પંક્તિમાં, ચાર વાર ન-શબ્દને પ્રયોજીને, સાંખ્ય, યોગ, કર્મ અને વિદ્યા, - એ ચાર પર મોટી ચોકડી મારી દીધી અને એ ચારેયની, આ મોક્ષપ્રાપ્તિની પ્રક્રિયામાં, બાદબાકી જ કરી નાખી !
કારણ ?
એક જ : મોક્ષપ્રાપ્તિની સર્વથા અને સંપૂર્ણ પૂર્વશરત છે, - જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના એભેદનાં જ્ઞાનની. સાંખ્ય-ચોગ-કર્મ-વિદ્યા, - એ ચારેય, એટલા માટે, આ સંદર્ભમાં, નિરુપયોગી અને નકામાં છે કે એ સર્વનાં હાર્દમાં, જીવાત્મા
' વિવેકચૂડામણિ | ૧૨૭