________________
તો ઠીક, પરંતુ આપણે સહુ પણ, ભગવાન શ્રીકૃષ્ણ જે સમગ્ર વિશ્વમાં અજોડ ગણાયો તે, ૭૦૦-શ્લોકોના ઉપદેશથી વંચિત થઈ ગયા હોત !
એ જ રીતે, નૈમિષારણ્યમાં, પરીક્ષિત-રાજાએ, શુકદેવજી સમક્ષ, મૃત્યુના આરે ઊભેલા માણસ તરીકે, માર્ગદર્શન ન માગ્યું હોત તો, ૧૨-સ્કંધનો “ભાગવત’-ગ્રંથ, આપણે ન પામ્યા હોત !
અને માત્ર ગીતા અને ભાગવત જ નહીં, ઉપનિષદોમાં પણ નચિકેતા-યમ, યાજ્ઞવલ્કય-મૈત્રેયી, શૌનક-અંગિરા, ભૃગુ-વરુણ, નારદ-સનકુમાર, સુકેશા-પિપ્પલાદ, - વગેરે વચ્ચેના સંવાદો જાણીતા છે.
ભારતની બહાર પણ, પ્રાચીન ગ્રીસ-દેશમાં, પ્લેટો-સોક્રેટિસ વગેરેનાં સંવાદો દ્વારા જ જ્ઞાન-સંક્રમણની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે.
પરંતુ અહીંનાં આ નિરૂપણનો મહિમા આટલેથી જ પરિપૂર્ણ થતો નથી એનું એક બીજું પણ મહત્ત્વ છે, અને તે છે “અનુબંધ-ચતુષ્ટય: આવા કોઈ પણ મહાગ્રંથનું નિરૂપણ કરતી વખતે, પ્રાચીન ભારતીય પ્રણાલિકા અનુસાર, ગ્રંથકાર, આ ચાર બાબતોને, પોતાની સમક્ષ રાખે છે : (૧) ગ્રંથના અધ્યયનનો અધિકારી, (૨) ગ્રંથનો વિષય, (૩) વિષય અને ગ્રંથનો સંબંધ, અને (૪) ગ્રંથનું પ્રયોજન, એટલે કે ફળ. આ ચાર વિશે, એટલે કે અનુબંધ-ચતુષ્ટય વિશે પણ, ગ્રંથકારનાં મનમાં, સ્પષ્ટ નિર્ણય હોય છે, અને આચાર્યશ્રીએ, આ ચાર વિશે, આ શ્લોકમાં, આ પ્રમાણે, પોતાનો અભિપ્રાય જણાવી દીધો છે : (૧) અધિકારી ઃ જેને મોક્ષ પ્રાપ્તિની અંતસ્તલમાંથી ઉદ્દભવેલી ઇચ્છા હોય; (૨) ગ્રંથનો વિષય : આચાર્યશ્રીએ પોતે જ કહ્યું છે તેમ, જીવ-બ્રહ્મનાં અભેદરૂપી આત્મજ્ઞાન (નાત્મનક્ષ); (૩) વિષય અને ગ્રંથ વચ્ચેનો સંબંધ : પ્રતિપાઘ-પ્રતિપાદક અથવા નિરૂપ્ય-નિરૂપક સંબંધ; અને (૪) પ્રયોજન (ફળ) : શ્લોકમાં જ નિરૂપિત કરવામાં આવ્યું છે તેમ, સરળતાપૂર્વક આત્મજ્ઞાનની પ્રાપ્તિ (સુવવધ-૩૫૫ત્તિ).
શ્લોકનો છંદઃ અનુષુપ (૫૭૯)
૫૮૦
हितमिममुपदेशमाद्रियन्तां
विहितनिरस्तसमस्तचित्तदोषाः । भवसुखविरताः प्रशान्तचित्ताः
श्रुतिरसिकाः यतयो मुमुक्षवो ये ॥५८०॥
૧૧૬૪ | વિવેકચૂડામણિ