________________
(तद्) प्रपद्य एषः यतिः पुनः न आवर्तते ॥५६८॥ શબ્દાર્થ :
શ્લોકમાં બે સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) (તિ પત) વિવેદવત્યું (૩) | બસ, આ પરિસ્થિતિને જ વિદેહકૈવલ્ય” કહેવામાં આવે છે. શાને “વિદેહકૈવલ્ય' કહેવામાં આવે છે ? – આ બે સ્થિતિની પ્રાપ્તિ : (અ) મgષ્કત સન્મત્રિત્વમ્ | અખંડ “સત્તા (અસ્તિત્વ - Existence)માત્રપણું, સસ્વરૂપતા; અને (બ) દ્રામાવત્ / બ્રહ્મભાવમાં સ્થિતિ, બ્રહ્મમયતાની પ્રાપ્તિ;
(ર) (ત) પ્રપદ્ય : યતિઃ પુનઃ ન આવર્તત ! યતિ એટલે આત્મજ્ઞાની, યોગી, મહાત્મા; (ત) પ્રપદ્ય - તે વૈદેહકૈવલ્યને પામીને, પામ્યા પછી, આ યતિ, સંસારમાં ફરી પાછો આવતો નથી (પુનઃ ર સવર્તત ). (પ૬૮) અનુવાદ :
આ પ્રમાણે, અખંડ સસ્વરૂપતા અને બ્રહ્મભાવમાં સ્થિતિ, એ જ “વિદેહકૈવલ્ય” (કહેવાય) છે; તેને પામીને આ (આત્મજ્ઞાની) યતિ સંસારમાં ફરી પાછો આવતો નથી. (પ૬૮) ટિપ્પણ :
આ શ્લોકમાં બે વાતનું નિરૂપણ કરવામાં આવ્યું છે : એક તો એ કે વિદેહકૈવલ્ય” એટલે ? અને બીજું એ કે આવી પ્રાપ્તિ કરનાર યતિનું ભાવિ કેવું હોય છે ?
કૈવલ્ય એટલે કેવલ-હોવાપણાની સ્થિતિ. વસ્તસ્ય માવ: વર્ચમ્ | સંપૂર્ણ અસંગ, અપૃથકૃત્વ (Perfect isolation, Soleness, Exclusiveness). સર્વ અનાત્મ પદાર્થોથી આત્માનો વિચ્છેદ-વિશ્લેષ; એનું અળગા-રહેવાપણું (Detachment of the Soul from Matter). આ એક એવી વિશિષ્ટ અને અસામાન્ય સ્થિતિ છે, જેમાં દેશ-કાલ-વસ્તુ વગેરેના કોઈ જ ભેદો માટે કશો જ અવકાશ રહેતો નથી. હકીકતમાં આ જ “મોક્ષ' (Final emancipation, Beatitude) છે !
પરંતુ વિદેહકૈવલ્ય” તો, અંતિમ અને આત્યંતિક પરિસ્થિતિ છે, જેમાં જીવન્મુક્ત” આત્મજ્ઞાનીને દેહ પણ હોતો નથી (વિવેદ) !
પણ આ “વિદેહ-શબ્દના મર્મને બરાબર સમજવા જેવો છે : જે “જીવન્મુક્ત' બ્રહ્મવેત્તા, જીવતાં જ બ્રહ્મસાક્ષાત્કાર પામી ચૂક્યો છે, તે પોતાના આત્માને, અપરોક્ષસ્વરૂપે, અખંડ, અભેદ અસ્તિત્વ-સ્વરૂપે, એટલે કે સસ્વરૂપે જ જાણે છે (ક લ્કત
૧૧૪૨ | વિવેકચૂડામણિ