________________
શબ્દાર્થ :
શ્લોકમાં ત્રણ સ્વતંત્ર વાક્યો આ પ્રમાણે છે :
(૧) ફેદરા મોક્ષ: નો(1 + 1) મોક્ષ (મસ્તિ) શરીરનો ત્યાગ એ મોક્ષ નથી. નો(ન+૩) - આ શબ્દ પણ -ના અર્થમાં જ પ્રયોજાય છે.
(૨) તથ્વસ્થ માડુતો. (ત્યા :) મોક્ષઃ ર (તિ) / દંડ-કમંડળનો ત્યાગ, એ પણ મોક્ષ નથી.
(૩) યતઃ તતઃ વિદ્યા-હૃતયસ્થિ-મોક્ષઃ (સ: પવ) મોક્ષ (મસ્તિ) | થત:-તત: એટલે, આ રીતે કે તે રીતે, ગમે તે રીતે; સ્થિ એટલે ગાંઠ; હૃદયમાં રહેલી અજ્ઞાન(વિદ્યા)ની ગાંઠનું છૂટવું, - એ જ સાચો મોક્ષ છે. (૫૫૯) અનુવાદ :
(માત્ર) શરીરનો ત્યાગ, એ મોક્ષ નથી; દંડ-કમંડળનો ત્યાગ, એ પણ મોક્ષ નથી : હૃદયમાં રહેલી અજ્ઞાનની ગાંઠનું, ગમે તે રીતે, છૂટી જવું, એ જ સાચો) મોક્ષ છે. (પપ૯) ટિપ્પણ:
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, - એ ચાર, મનુષ્ય-જીવનના પુરુષાર્થો (Aims or Goals of Human Life) છે; તેમાં “મોક્ષ' એ ક્રમમાં ભલે છેલ્લો (ચરમ) છે, પરંતુ મૂલ્યવત્તા(Value)ની બાબતમાં, એ સૌથી મોટો અથવા ઊંચો (પરમ) છે.
આમ, “મોક્ષ - એ શબ્દ સામાન્ય રીતે, સુપરિચિત, અને મુમુક્ષુ સાધક માટે તો, એનાં જીવનનાં એકમાત્ર ધ્યેય અથવા આત્યંતિક પ્રાપ્તવ્ય તરીકે હોવા છતાં, “મોક્ષનો સાચો અર્થ, એનું મૂળભૂત સ્વરૂપ શું ? એ વિશે, મહદંશે, ગેરસમજૂતી અથવા અણસમજ જ પ્રવર્તતી હોય છે.
અને હવે જયારે ગુરુદેવ “જીવન્મુક્ત એવા પોતાના શિષ્યને અંતિમ ઉદ્ધોધન કરી રહ્યા છે ત્યારે, અને ખાસ તો, હવે આ ઉદ્બોધન પણ એની સમાપ્તિ તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે, મોક્ષનું સાચું સ્વરૂપ સમજાવવાનું, એમના માટે અત્યંત આવશ્યક બની રહે છે.
એમ અવશ્ય કહી શકાય કે અનુષુપ જેવા લઘુ-છંદની બે પંક્તિ, ચાર ચરણો અને બત્રીશ(૩૨) અક્ષરોની મર્યાદામાં પણ, આચાર્યશ્રીએ, “મોક્ષ શું નથી', - એ પહેલાં ભારપૂર્વક જણાવીને, “મોક્ષ, ખરેખર, શું છે, - એ સવિશેષ અવધારણ(Emphasis)પૂર્વક, અહીં, સમજાવ્યું છે ! માત્ર શરીરનો જ ત્યાગ કરવો, એ મોક્ષ નથી (હણ મોક્ષો નો મોક્ષો), -
વિવેકચૂડામણિ | ૧૧૨૩