________________
ધારણ કરવું, એ જ બ્રહ્મજ્ઞાની મહાત્માની પરમ શાંતિ છે, જેમાં નિરંતર અદ્વિતીય આનંદસુખ જ હંમેશ માટે હોય છે.
તાત્પર્ય એ છે કે મિથ્યા સંકલ્પ-વિકલ્પો સર્જવાનો જેનો સ્વભાવ છે, એ બુદ્ધિને જો બ્રહ્મભાવમાં સ્થિર કરવામાં આવે તો, આવી સ્થિરતા, આવી સ્થિતિ જ બ્રહ્મજ્ઞાની મહાત્માની મૌન-અવસ્થા બની રહે; અને આવી આ મૌનાવસ્થા જ એના માટે પરમ શાંતિની પ્રદાયિની બની રહે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૨૭)
૫૨૮
नास्ति निर्वासनान्मौनात् परं सुखकृदुत्तमम् । विज्ञातात्मस्वरूपस्य स्वानन्दरसपायिनः
શ્લોકનો ગુજરાતી પાઠ :
પા
નાસ્તિ નિર્વાસનાન્મૌનાત્ પરં સુખમૃદુત્તમમ્ । વિજ્ઞાતાત્મસ્વરૂપસ્ય સ્વાનન્દરસપાયિનઃ ॥૫૨૮
શ્લોકનો ગદ્ય અન્વય :
વિજ્ઞાત-આત્મ-સ્વરૂપસ્ય સ્વ-આનન્દ્રસ-પાયિન: ૬ (સાધસ્ય) निर्वासनात् मौनात् परं उत्तमं सुखकृद् (अन्यत् किंचित् अपि) न अस्ति ॥ ५२८ ॥
શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : મૌનાત્ પરં ઉત્તમ સુવર્ (અન્યત્િિવત્ અપિ) ન અસ્તિ। સુલત્ એટલે સુખ કરનારું-આપનારું, સુખકારક, સુખદાયક, સુખસર્જક; મૌન કરતાં બીજુ કશું વધારે સુખ-આપનારું નથી. કયા પ્રકારનું, કેવું મૌન ? નિર્વાસનાત્ । વાસના-રહિત, વાસના-શૂન્ય, વાસના-વિનાનું. અને કોનાં મૌનની આ વાત છે ? - બે વિશેષણો આ પ્રમાણે : (૧) વિજ્ઞાત-આત્મસ્વરૂપસ્ય । આત્માનાં સ્વરૂપને જેણે જાણી લીધું છે, તેવા સાધકનું મૌન; આત્મસ્વરૂપનાં જ્ઞાનીનું મૌન; (૨) સ્વ-ગાનન્દસ-પાયિનઃ । પાયન એટલે પીનાર, પાન કરનાર; નિજાનંદના રસનું પાન કરનાર સાધકનું મૌન. (૫૨૮)
૧૦૫૪ | વિવેકચૂડામણિ