________________
૮૨૯
બ્રહ્મ કે આત્મતત્ત્વ તો નિર્વિવાદ અજન્મા અને અનાદિ છે જ. આમ, જે પારમાર્થિક સત્યમાં કોઈ કાળે ઉત્પત્તિ જ નથી, ત્યાં કેવી કથા નિરોધની? બચે ક્યાં વ્યથા વિરોધની?
આમ છતાં, સૃષ્ટિની કે જગતની ઉત્પત્તિની જે કંઈ વાતો શાસ્ત્રમાં આવે છે, તે સર્વ વ્યાવહારિક સત્યના દષ્ટિકોણથી છે, પારમાર્થિક સત્યની દષ્ટિએ નહીં. વ્યાવહારિક સત્યમાં, આચાર અને સંસારવ્યવહાર ચલાવવા માટે જ અને અજ્ઞાનીની મિથ્યા શ્રદ્ધાને ટેકો આપવા માટે જ સૃષ્ટિની ઉત્પતિનો બોધ અપાયેલો છે. શાસ્ત્રનો હેતુ કંઈ ઉત્પત્તિ સમજાવવાનો કે દૈત સિદ્ધ કરવાનો નથી. પરંતુ મંદબુદ્ધિવાળા અજ્ઞાનીજનોને જગતની ઉત્પત્તિનો ઉપદેશ આપીને ત્યારબાદ જીવ-બ્રહ્મ ઐક્યરૂપી પરમતત્ત્વમાં તેમનો પ્રવેશ કરાવવા માટે જ એક યુક્તિ સમાન છે. તેથી વધુ અન્ય કંઈ જ નહીં. . જે કોઈ અવિવેકી, અજ્ઞાની અને મંદબુદ્ધિવાળા લોકો છે, જેમને ભૌતિક પદાર્થો સત્ય છે તેવું જણાય છે અને જેમની બુદ્ધિ સ્થૂળ ભૌતિક અને ઇન્દ્રિયગમ્ય પ્રત્યક્ષ પદાર્થોને સાચા માનવા ટેવાયેલી છે, તથા વર્ણાશ્રમાદિ વ્યવહારમાં પણ જેમની શ્રદ્ધા અતૂટ છે, તેવા સૌનો વ્યવહાર નિર્વિને ચલાવવા માટે જ શાસ્ત્રો અને શ્રુતિઓએ સૃષ્ટિની ઉત્પત્તિનો બોધ આપ્યો છે. જેથી ભૌતિક પદાર્થોને સત્ય માનનારા લોકોને સંતોષ થાય કે જેને પોતે સત્ય માને છે તેની પણ આપણા શરીર જેમ ઉત્પત્તિ છે અને નાશ છે. તદુપરાંત સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ માટે કોઈ કારણ છે અને તે જ સૃષ્ટિનો નિયંતા કે સર્જક છે, આવું માનવાથી તેમની મંદ બુદ્ધિ વડે થતો વ્યવહાર ટકી શકે છે. જો તેમને સમજાવવામાં આવે કે આત્મા જેમ જીવ અને શરીર પણ અજન્મા છે અને સૃષ્ટિનો પણ જન્મ નથી, તો પોતાના અસ્તિત્વનો અભાવ જાણી તેઓ ભયભીત થાય અને તેમના ભોગ, વૈભવ વગેરે નષ્ટ થવાની ચિંતામાં મૃત્યુ પૂર્વે જ, ચિતા ઉપર સૂતા પૂર્વે જ, બળવા માંડે અને તેમના જીવનવ્યવહારનો જાણે અંત આવ્યો હોય તેમ સતત આતંકયુક્ત થયેલાં જણાય. માટે જ તેવા સૌનો ભય દૂર કરવા, તેમના ભોગ અને વૈભવની