________________
૮૨૬
* (છંદ-અનુરુપ) न निरोधो न चोत्पत्तिर्न बद्धो न च साधकः ।
न मुमुक्षुर्न वै मुक्त इत्येषा परमार्थता ॥५७५॥ ન નિરોધ: ૧ ૨ ઉત્પત્તિ = કોઈ વસ્તુનો નથી નાશ કે નથી ઉત્પત્તિ, ન વડ ન વ સાધw: = નથી કોઈ બંધાયેલો કે નથી કોઈ સાધક, ન મુમુક્ષુઃ ન હૈ મુp: = નથી કોઈ મોક્ષની ઇચ્છાવાળો કે
નથી કોઈ મુક્ત ફર્લેષ પરમાર્થતા = આ વાસ્તવિક વાત છે. (પારમાર્થિક સત્ય છે.)
સદ્ગુરુએ શિષ્યના કલ્યાણાર્થે અંતિમ સૂત્રસંકેત જેવી લાંબી મજલ કાપ્યા બાદ, રહસ્યોના નિષ્કર્ષ જેવું, સાધનોની સિદ્ધિ જેવું, તમામ ક્રિયા કર્મના મર્મ સમાન, ઉપદેશસાગરના આચમન જેવા અમૃતબિંદુનું શિષ્યને પાન કરાવતાં સમાસશૈલીમાં પ્રસ્તુત શ્લોકમાં જે કંઈ કહ્યું તે ઉપસંહારના પણ ઉપસંહાર જેવું ગણાય છે.
હે શિષ્ય! પારમાર્થિક સત્યમાં, નિરપેક્ષ આત્મામાં કે અખંડ, - અભેદ, અદ્વિતીય બ્રહ્મમાં, નથી નિરોધરૂપી વિનાશ, પ્રલય કે ઉત્પત્તિ કે નથી ત્યાં કોઈ બંધાયેલો બંધનયુક્ત કે નથી સાધનાને વરેલો કોઈ સાધક. નથી તે પરમતત્ત્વમાં મોક્ષની ઇચ્છાવાળો કોઈ મુમુક્ષુ કે તમામ બંધનોથી છૂટેલો કોઈ મુક્ત. આમ, દૈતપ્રપંચ કે સાપેક્ષ જેવી સર્વ સ્થિતિનો જ્યાં અભાવ છે, એ જ પારમાર્થિક સ્થિતિ છે તથા અગમ-નિગમનો અલૌકિક માર્ગ છે.
“નિરોધો ન વોત્પત્તિઃ ” “આત્મતત્ત્વ કે બ્રહ્મ, જે પારમાર્થિક સત્ય કહેવાય છે, તેમાં ઉત્પત્તિ અને નાશનો અભાવ કહેવાયો છે કારણ કે સર્વને સુવિદિત છે કે આત્મા તો અજન્મા છે. જેનો જન્મ જ નથી, તેનો પ્રલય કેવો? કોઈ પણ કાળે જેની ઉત્પત્તિનો સંભવ નથી તે પારમાર્થિક તત્ત્વનો નાશ ક્યાં? અને કઈ રીતે? જેને નથી વિષયોમાં ઉન્મત્ત થઈ વિહાર કરનારી ઇન્દ્રિયો કે બહિર્મુખી બનાવનારું મન, તેમાં વળી નિરોધ